જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે કરી હાઈલેવલની મીટિંગ, ડોભાલ પણ સામેલ

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ વર્તમાનમાં સામાન્ય છે. 15 દિવસ પછી આજે કાશ્મીરમાં 190 પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી હતી.
 

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે કરી હાઈલેવલની મીટિંગ, ડોભાલ પણ સામેલ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ અંગે ગૃહ મંત્રાલયમાં સોમવારે અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ લેવલની મીટિંગ થઈ હ તી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ સચિવ પણ સામેલ થયા હતા. બેઠકમાં ઈન્ટેલિજન્સ બ્યૂરો અને રોના અધિકારીઓ પણ જોડાયા હતા. 

એવું કહેવાય છે કે, આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરાયા પછી એનએસએ ડોભાલે કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ વર્તમાનમાં સામાન્ય છે. 15 દિવસ પછી આજે કાશ્મીરમાં 190 પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી હતી. સાથે જ ઘાટીની તમામ સરકારી કચેરીઓમાં પણ આજથી કામકાજ થયું છે. જોકે અત્યારે અહીં ધોરણ-10 પછીની શાળાઓ બંધ રાખવામાં આવી છે. જમ્મુમાં તમામ સ્કૂલ-કોલેજ ખોલી દેવાઈ છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news