અમૃતસર ટ્રેન દુર્ઘટના: મરતા - મરતા અનેકને જીવન આપી ગયો 'રાવણ'

દલબીર રાવણનો રોલ પુર્ણ થતા ઘરે જઇ રહ્યો હતો ત્યારે તેણે ટ્રેન આવતી જોઇ અને રાવણદહનમાં મશગુલ લોકોને ટ્રેક પરથી ધક્કો મારીને હટાવવા લાગ્યો

અમૃતસર ટ્રેન દુર્ઘટના: મરતા - મરતા અનેકને જીવન આપી ગયો 'રાવણ'

નવી દિલ્હી : અમૃતસર રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં રાવણનો રોલ નિભાવનારા દલબીર સિંહ પણ છે. જે પોતાની ભુમિકા પુર્ણ થતા ઘરે પરત ફરી રહ્યા હતા. જો કે તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેમનું મોત રામનાં બાણોતી નહી પરંતુ માતેલા સાંઢની જેમ આવી રહેલી ટ્રેનથી થશે. તેમને પોતાનાં 8 મહિનાનાં પુત્રને મળવાની ઉતાવળ હતી. માં અને પત્ની પણ રાહ જોઇ રહ્યા હતા. 

ટ્રેક પાસે જ્યારે તે પહોંચ્યા તો તેમણે જોયું કે લોકો પુતળા દહન જોવામાં મશગુલ છે પરંતુ એક ટ્રેન અત્યંત સ્પીડથી આવી રહી છે. દલબીર બુમો પાડીને લોકોને હટાવવા લાગ્યા હતા. તેમણે ઘણા લોકોને ટ્રેક પરથી ધક્કો મારીને દુર હટાવ્યા હતા. જો કે આ દરમિયાન તેઓ પોતે ટ્રેનની ઝપટે ચડી ગયા હતા. 

ઘરે વ્યાપ્યો શોક
દલબીરનાં મોતનાં સમાચાર સાંભળ્યા બાદ ઘરમાં શોક વ્યાપી ગયો હતો. વૃદ્ધમાં અને પત્નીને હવે ઘરનું ગુજરાન કઇ રીતે કરવું તે અંગે અસમંજસ છે. ઘરમાં સંબંધીઓ અને સાંત્વના આપનારા લોકોનાં ટોળા છે પરંતુ 8 મહિનાનાં માસુમોને સમજમાં નથી આવી રહ્યું કે, આખરે થયું છે શું. લોકો તેને શા માટે આટલો પ્રેમ આપી રહ્યા છે. તેને નથી ખબર કે તેના માથેથી પિતાની છત્રછાયા જતી રહી છે. 

24 વર્ષનાં હતા દલબીર
દલબીરની ઉંમર 24 વર્ષની હતી. 8 મહિના પહેલા જ તેનાં પુત્રનો જન્મ થયો હતો. તે પોત્ની, વિધવા માં અને પુત્રની સાથે રહેતા હતા. આ વખતે પોતાનાં વિસ્તારની રામલીલામાં રાવણનો અભિનય કરી રહ્યા હતા. કોઇને પણ આશંકા નહોતી કે રાવણ વધની સાથે જ તેમનાં જીવનનો પણ અંત આવી જશે. 

માંએ સરકાર પાસે માંગી પુત્રવધુ માટે નોકરી
દલબીરની માંએ સરકાર પાસે માંગ કરી હતી કે તેની પુત્રવધુને નોકરી આપવામાં આવે. તેમણે કહ્યું કે, તેનાં ખોળામાં 8 મહિનાનો બાળક છે તેની સારસંભાળ કઇ રીતે થશે. સરકારે તેના પર વિચાર કરવો જોઇએ. જે પ્રકારે લોકોનાં જીવ બચાવતા મારા પુત્રએ જીવ ગુમાવ્યો છે સરકારે તે અંગે વિચારવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news