‘નાયક’ ફિલ્મના અનિલ કપૂરની જેમ, MPના આ નેતા બન્યા હતા માત્ર એક દિવસના CM

 દેશના બીજા રાજ્યોની સરખામણીમાં મધ્યપ્રદેશની રાજનીતિમાં ઓછી ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલા દસ વર્ષ સુધી દિગ્વિજય સિંહની સરકાર ચાલી. તેના બાદ 15 વર્ષ બીજેપી અને શિવરાજ સિંહની સરકાર રહી. વચ્ચે ઉમા ભારતી અને બાબુલાલ ગૌરના કાર્યકાળ જરૂર નાના રહ્યા, પરંતુ મધ્ય પ્રદેશની રાજનીતિમાં અનેક ઉતારચઢાવ આવ્યા. 1956માં મધ્યપ્રદેશ બન્યા બાદ રાજ્યમાં અત્યાર સુધી 18 મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ, સુંદરલાલ પટવા એ મુખ્યમંત્રીઓમાંના એક છે, જેમણે પ્રદેશમાં સૌથી લાંબા સમય શાસન કર્યું હતું. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં સૌથી લાંબા સમય સુધી સીએમ રહ્યા બાદ રેકોર્ડ કાયમ કરી ચૂક્યા છે. પરંતુ મધ્યપ્રદેશની રાજનીતિમાં કેટલાક ચહેરા એવા પણ છે, જેમણે સીએમની ખુરશી પર લાંબા સમય સુધી બેસવાનો મોકો નથી મળ્યો. 

‘નાયક’ ફિલ્મના અનિલ કપૂરની જેમ, MPના આ નેતા બન્યા હતા માત્ર એક દિવસના CM

નવી દિલ્હી : દેશના બીજા રાજ્યોની સરખામણીમાં મધ્યપ્રદેશની રાજનીતિમાં ઓછી ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલા દસ વર્ષ સુધી દિગ્વિજય સિંહની સરકાર ચાલી. તેના બાદ 15 વર્ષ બીજેપી અને શિવરાજ સિંહની સરકાર રહી. વચ્ચે ઉમા ભારતી અને બાબુલાલ ગૌરના કાર્યકાળ જરૂર નાના રહ્યા, પરંતુ મધ્ય પ્રદેશની રાજનીતિમાં અનેક ઉતારચઢાવ આવ્યા. 1956માં મધ્યપ્રદેશ બન્યા બાદ રાજ્યમાં અત્યાર સુધી 18 મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ, સુંદરલાલ પટવા એ મુખ્યમંત્રીઓમાંના એક છે, જેમણે પ્રદેશમાં સૌથી લાંબા સમય શાસન કર્યું હતું. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં સૌથી લાંબા સમય સુધી સીએમ રહ્યા બાદ રેકોર્ડ કાયમ કરી ચૂક્યા છે. પરંતુ મધ્યપ્રદેશની રાજનીતિમાં કેટલાક ચહેરા એવા પણ છે, જેમણે સીએમની ખુરશી પર લાંબા સમય સુધી બેસવાનો મોકો નથી મળ્યો. 

Madhya Pradesh Election Result LIVE: મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ, જુઓ લાઈવ

રાજા નરેશચંદ્ર સિંહ તો માત્ર 12 દિવસ જ સીએમની ખુરશી પર બેસી શક્યા હતા. તો ભગવંતરાવ મંડલોઈ 21 દિવસ સુધી સીએમ રહ્યા હતા. મધ્ય પ્રદેશના પહેલા મુખ્યમંત્રી રવિશંકર શુક્લ માત્ર 60 દિવસ મુખ્યમંત્રી રહી શક્યા હતા. પરંતુ આ બધામાં એક નામ એવું ચર્ચિત છે કે, અર્જુન સિંહ માત્ર એક દિવસ માટે મધ્યપ્રદેશના સીએમ બની ચૂક્યા હતા. પણ, એવું નથી કે તેઓ માત્ર એક દિવસ માટે જ સીએમ રહ્યા હતા. આ પહેલા તેઓ પૂરા પાંચ વર્ષ માટે મધ્યપ્રદેશના સીએમ રહી ચૂક્યા હતા. 

કોણ છે KCR, જેઓ તેલંગણામાં સત્તા વિરોધી લહેરથી બચી ગયા અને મેળવી પ્રચંડ બહુમત

અર્જુન સિંહ પહેલીવાર 1980માં મધ્યપ્રદેશના સીએમ બન્યા હતા. તેઓ 1985 સુધી સીએમ રહ્યા હતા. તેમના નેતૃત્વમાં ફરીથી ઈલેક્શન હાર્યા, અને કોંગ્રેસ સત્તામાં આવી. 11 માર્ચ, 1985ના રોજ અર્જુન સિંહે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પંરતુ એક દિવસ બાદ એટલે કે 12 માર્ચના રોજ તેમને પંજાબના ગર્વનર બનાવીને મોકલી દેવામાં આવ્યા. આ કારણે તેમને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. તેના બાદ તેમની જગ્યાએ મોતીલાલ વોરા નવા સીએમ બન્યા હતા. મોતીલાલ વોરા 1985થી 1988 સુધી સીએમ રહ્યા હતા. 1988માં અર્જુન સિંહ ફરીથી મધ્યપ્રદેશના સીએમ બન્યા છે. તેઓ ફેબ્રુઆરી 1989થી ડિસેમ્બર 1989 સુધી સીએમ રહ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news