આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સઃ આધુનિક ટેક્નોલોજીને નવું સ્વરૂપ આપતી ટેક્નોલોજી

આજે દુનિયામાં ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તરતો જઈ રહ્યો છે અને નવી-નવી ટેક્નોલોજી વિકસવાની સાથે-સાથે હવે તેની ક્ષમતામાં પણ વધારો થઈ રહ્યો છે, સાથે જ માનવ શ્રમનો ઓછો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતી ટેક્નોલોજીનો વ્યાપ વધતો જઈ રહ્યો છે 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સઃ આધુનિક ટેક્નોલોજીને નવું સ્વરૂપ આપતી ટેક્નોલોજી

નવી દિલ્હીઃ આજની આધુનિક ટેક્નોલોજીની (સૌથી વિવાદિત) ભેટ હોય તો તે છે 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ- AI.' આજે દુનિયામાં ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તરતો જઈ રહ્યો છે અને નવી-નવી ટેક્નોલોજી વિકસવાની સાથે-સાથે હવે તેની ક્ષમતામાં પણ વધારો થઈ રહ્યો છે, સાથે જ માનવ શ્રમનો ઓછો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતી ટેક્નોલોજીનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. 

આજે મશીનોએ માનવીય કૌશલ્યને શીખી લીધું છે. તેઓ કમ્પ્યૂટરના ઈશારે કામ કરતા થઈ ગયા છે અને માનવીની જેમ જ કોઈ પણ સમસ્યાનો ઉકેલ પણ લાવતા થઈ ગયા છે. આમાં મશીનની સમસ્યાઓનું સમાધાન કમ્પ્યૂટર લાવતું હોય છે, જેને રેન્ડમ મેથડ દ્વારા કોડ આપવામાં આવ્યા હોય છે. કમ્પ્યૂટર અત્યંત ઝડપથી સમસ્યા શોધી કાઢે છે અને પછી એટલી જ ત્વરાથી તેનું સમાધાન કરીને એ સમસ્યા દૂર કરી દેતું હોય છે. 

વિશ્વમાં મશીન પાસે કામ લેવાની શરૂઆત 1980માં થઈ હતી, જ્યારે રોબોટ બનાવાયા હતા. જોકે, તેમાં તબક્કાવાર નવા-નવા સંશોધનો થતાં ગયા અને આજે તેણે એક નવું જ વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે. 'મશીન લર્નિંગ' એ માનવીના 'ન્યુરલ નેટવર્ક'(ચેતાતંત્ર)ની ઝડપે કામ કરતું એક તંત્ર છે, જે દરેક સમસ્યાનું ત્વરિત ગતિએ સમાધાન શોધે છે. 

(પ્રતિકાત્મક તસવીર)

આજે 'ન્યૂરલ નેટ' અત્યંત ઉપોયગી વસ્તુ સાબિત થઈ છે, કેમ કે આજે આપણે કમ્પ્યૂટરથી પણ આગળ વધીને 10,000 ગણી ઝડપે કામ કરતા અને ખિસ્સામાં સમાઈ શકે એવા સાધનનો ઉપયોગ કરતા થયા છીએ. આજે જે રીતે ઈન્ટરનેટનો વ્યાપ વધ્યો છે તેણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટ્રેનિંગ માટે બહોળી સંખ્યામાં ડેટા પુરો પાડ્યો છે. 

મશીન લર્નિંગનો ઉપયોગ આજે આપણે જેટલા પણ ડિવાઈસ ઉપયોગ કરીએ છીએ એ તમામમાં કરાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ ગૂગલ મેપ છે, જે તમને તેની આસપાસ ઉપલબ્ધ હજારો રસ્તાઓમાંથી સાચો અને અત્યંત ટૂંકો માર્ગ દેખાડે છે. 

(પ્રતિકાત્મક તસવીર)

'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ'ના મેડિકલ ઉદ્યોગમાં ઉપયોગથી આપણે અજાણ છીએ, પરંતુ કેટલીક મેડિકલ સંસ્થાઓમાં ડોક્ટરોને હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેથી વહેલામાં વહેલી તકે રોગનું નિદાન થઈ શકે. ઉદાહરણ તરીકે, આપણાં સામાન્ય કોષોમાંથી કેન્સરગ્રસ્ત કોષોને ઓળખી કાઢવા. 

આ ઉપરાંત આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો તમે જે સૌથી સામાન્ય ઉપયોગ કરી રહ્યા છો તે છે કેમેરા ફિલ્ટર્સ. તમે કોઈ પણ ફોટો પાડો, તેના પાછળ કેવા પ્રકારનું દૃશ્ય ફિટ બેસશે તે તમારી કલ્પનાની સાથે-સાથે આ ફિલ્ટર્સ ત્વરિત ગતિએ તમને પુરાં પાડે છે. 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્યાં-ક્યાં ઉપયોગ
સોશિયોલોજી, મેથ્સ, બાયોલોજી, ન્યુરોન સાયન્સ, સાઈકોલોજી, કમ્પ્યૂટર સાયન્સ, ફિલોસોફી સહિત અનેક ક્ષેત્રોમાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news