પૂર્વ CMએ આપ્યું BJPમાંથી રાજીનામું, કહ્યું- 'પાર્ટી માત્ર સત્તા મેળવવાનું પ્લેટફોર્મ બની ગઈ છે'

ગેગાંગ અપાંગે જણાવ્યું કે, ભાજપ અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતોનું અનુસરણ નથી કરી રહી 

પૂર્વ CMએ આપ્યું BJPમાંથી રાજીનામું, કહ્યું- 'પાર્ટી માત્ર સત્તા મેળવવાનું પ્લેટફોર્મ બની ગઈ છે'

ઈટાનગરઃ અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા ગેગાંગ અપાંગે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. પક્ષના અધ્યક્ષ અમિત સાહને સંબોધીને લખેલા રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું છે કે, "મને એ જોઈને નિરાશા થઈ છે કે વર્તમાન સમયની ભાજપ દિવંગત અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતોનું અનુસરણ નથી કરી રહી. પાર્ટી માત્ર સત્તા મેળવવાનું પ્લેટફોર્મ બનીને રહી ગઈ છે."

તેમણે વધુમાં લખ્યું છે કે, "દિવંગદ વાજપેયીજી ભારતના મહાન લોકતાંત્રિક નેતાઓમાંના એક હતા. તેમણે હંમશાં અમને 'રાજ ધર્મ' યાદ અપાવ્યો છે. તેમના રાજનૈતિક દર્શનનો છાત્રો હોવાને ધોરણે હું આજે પણ તેનું અનુસરણ કરવાનો પ્રયાસ કરતો રહું છું."

— ANI (@ANI) January 16, 2019

આ સાથે જ તેમણે લખ્યું છે કે, "અટલજીએ એક વખત કહ્યું હતું કે સત્તા માટે રાજકીય વિચારધારા સાથે સમાધાન કરવા કરતાં તો રાજકીય વનવાસમાં રહેવું વધું સારું છે. જોકે, વર્તમાન સમયમાં પૂર્વત્તરના મોટાભાગના રાજ્યોમાં પક્ષના એકમોના અંદર ભાજપના એક પણ સભ્ય લોકશાહી મૂલ્યોનું અનુસરણ કરતા નથી."

ગેગાંગ અપાંગે એવા સમયે રાજીનામું આપ્યું છે, જ્યારે અરૂણાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે-સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આ દરમિયાન ચૂંટણીને જોતાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) એકલી જ મેદાનમાં ઝંપલાવશે. NPP અત્યારે ભાજપના નેતૃત્વવાળા પૂર્વત્તર લોકતાંત્રિક ગઠબંધન (NRDA)નો એક ભાગ છે. 

NPPના અધ્યક્ષ અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડે થોડા દિવસ અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે, "એનપીપીએ એઈડી ગંઠબંધનમાં ભાગીદાર રહીને અરૂણાચલ પ્રદેશમાં વધુમાં વધુ વિધાનસભા બેઠકો પર એકલા લડવાની યોજના બનાવી છે." એનપીપીના અધ્યક્ષે જણાવ્યું કે, તેમની પાર્ટી અરૂણાચલ પ્રદેશમાં સત્તામાં રહેલી ભાજપ સરકારમાં ભાગીદાર હોવા છતાં પણ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news