માનહાનિ કેસમાં કેજરીવાલે હવે ગડકરી અને સિબ્બલની માફી માંગી

કેજરીવાલે ગડકરીને ભારતનાં સૌથી ભ્રષ્ટલોકો પૈકી એક ગણાવ્યા હતા: બંન્ને નેતાઓએ પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી રદ્દ કરવાની અરજી કરી

માનહાનિ કેસમાં કેજરીવાલે હવે ગડકરી અને સિબ્બલની માફી માંગી

નવી દિલ્હી : માનહાનીનાં નવા કેસોથી કંટાળેલા અરવિંદ કેજરીવાલે અકાલી નેતા વિક્રમ મજીઠિયા બાદ હવે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની પણ માફી માંગી છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને તેનાં પુત્ર અમિત સિબ્બલ પર આપેલા નિવેદન અંગે તેમણે ખેદ વ્યક્ત કર્યો છે. કેજરીવાલે ગડકરીને પત્ર લખીને પોતાનાં નિવેદન માટેખેદ વ્યક્ત કર્યો અને કેસ બંધ કરવા માટેની અપીલ કરી હતી. બંન્ને નેતાઓએ આંતરિક સંમતીતી કેસ બંધ કરવા માટે કોર્ટમાં અર્જી આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે, મજીઠિયાની માફી માંગવાના મુદ્દે તેઓ પહેલાથી જ પાર્ટીનાં નેતાઓનાં રોષનો સામનો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખીય છે કે, દિલ્હીનાં મુખ્યમંત્રીએ ભારતનાં સૌથી વધારે ભ્રષ્ટ લોકોની યાદીમાં નિતિન ગડકરી હોવાની વાત કરી હતી. આ ટિપ્પણીથી નારાજ ભાજપનાં વરિષ્ઠ નેતાએ તેમનાં પર માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આપ સંયોજકે પત્ર લખીને મારો તમારી સાથે કોઇ અંગત રોષ નથી. પુર્વમાં અપાયેલ નિવેદન મુદ્દે હું અફસોસ વ્યક્ત કરૂ છું. તેવું જણાવ્યું હતું. હાલ કેજરીવાલ પર અરૂણ જેટલી પર વિવાદાસ્પદ ટીપ્પણી બદલ માનહાનીને કેસ ચાલી રહ્યો છે.

માનહાની કેસમાં ગડકરીનાં વકીલ પિંકી આનંદે કહ્યું કે, માનહાનીનો કેસ ખુબ જ ગંભીર હોય છે અને કોઇ ક્રિમિનલ કેસની જેમ જ જોવામાં આવે છે. આ તમામ લોકો માટે એક સબક છે કે સંવૈધાનિક પદ પર બેસેલા લોકો અંગે કોઇ પણ ટીપ્પણી ન કરવી જોઇએ. આનંદે તેમ પણ કહ્યું કે, જેવી રાજનીતિ અરવિંદ કેજરીવાલ પહેલા કરતા હતા, એવું લાગી રહ્યું છે કે હવે તેઓ પોતે પણ બદલાઇ રહ્યા છે અને રાજનીતિ પણ બદલી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news