અસદુદ્દીન ઓવૈસીનું વિવાદાસ્પદ નિવેદન, પીએમ મોદી પર સાધ્યું નિશાન

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

અસદુદ્દીન ઓવૈસીનું વિવાદાસ્પદ નિવેદન, પીએમ મોદી પર સાધ્યું નિશાન

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યાનો મુદ્દો ઉઠાવતા નાથુરામ ગોડસેને 'નંબર-1 હિન્દુ રત્ન આતંકવાદી' ગણાવ્યો છે. ઓવૈસીએ આ સાથે જ પડકાર ફેંક્યો છે કે તેમના આ નિવેદન પર કોઈ તેમને નોટિસ ફટકારવાની હિંમત કરે. આ દરમિયાન ઓવૈસીએ પીએમ નરેન્દ્ર મોદી ઉપર પણ પ્રહારો કર્યાં અને તેમને 'દુશ્મન' ગણાવ્યાં.

હવે અમે ડરવાના નથી-ઓવૈસી
પુણેમાં લોકોને સંબોધિત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ગત 70 વર્ષોથી મુસ્લિમોએ ક્યારેય દેશને વેચવાની કોશિશ કરી નથી. પરંતુ આમ છતાં તેમને સતત દબાવવામાં આવ્યાં અને શોષણ કરવામાં આવ્યું. ઓવૈસીએ કહ્યું કે 'અમને છેલ્લા 70 વર્ષોથી ડરાવવામાં આવી રહ્યાં છે. પરંતુ હવે અમે ડરવાના નથી. વધુમાં વધુ તમે શું કરી શકો. અમને જાનથી મારી શકો. તો મારી નાખો. પરંતુ જો અમે જીવતા રહીશું તો અહીં જ જીવીશું અને મરીશું તો અહીં જ મરીશું.'

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ વધુમાં કહ્યું કે 'ભારતીય મુસલમાનો ન તો સીરિયા જશે, ન પાકિસ્તાન. તેમણે કહ્યું કે જે લોકો પાકિસ્તાન જવા માંગતા હતાં તેઓ પહેલા જ ત્યાં જતા રહ્યાં છે. અમારા પૂર્વજોએ બ્રિટિશ સામ્રાજ્ય સાથે લડાઈ કરી અને હિંદુસ્તાન જિંદાબાદના જેવા નારા આપ્યાં.'

— ANI (@ANI) March 10, 2018

પીએમ મોદી પર સાધ્યું નિશાન
આ દરમિયાન ઓવૈસીએ ટ્રિપલ તલાકનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેના પર બોલતા બોલતા તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 'પીએમ મોદી તમે તમારી આંખો ખોલો અને મગજ પરથી પડદો હટાવો. તમે મુસ્લિમ મહિલાઓના શુભચિંતક નથી. તમે અમારા દુશ્મન છો અને અમારા અન્યાયનો ઈન્તેજામ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે અમારી માતા અને બહેનોએ જુલૂસમાં ભાગ લઈને ઝાલિમ હૂકુમતને પૈગામ આપ્યો અને અમને યુવાઓને અને વડીલોને પૈગામ આપ્યો કે શરિયત માટે તમારે પણ ઊભા રહેવું પડશે.'  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news