આસારામે જેલમાંથી જારી કરી નવી ઓડિયો ટેપ, સમર્થકોને કહ્યું-'જલ્દી......'

આસારામના આશ્રમની પ્રવક્તા નીલમ દુબેએ જણાવ્યું કે આ સંદર્ભે તેઓ કશું કહેશે નહીં. જેલવાળાઓ સાથે વાત કરવી જોઈએ. જો આમ કશું બન્યું હોય તો પણ તેના પર વાંધો શું છે.

આસારામે જેલમાંથી જારી કરી નવી ઓડિયો ટેપ, સમર્થકોને કહ્યું-'જલ્દી......'

જોધપુર: સગીરા સાથે રેપ કેસમાં ઉમરકેદની સજા થયા બાદ આસારામનો ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ ગયો. જેમાં આસારામનો પોતાના સમર્થકોના નામે ઓડિયો સંદેશ હતો. આસારામે સંદેશમાં જણાવ્યું છે કે આ મારા વિરુદ્ધ કાવતરું છે. હું જલદી બહાર આવીશ. પહેલા શિલ્પી બેટીને બહાર કઢાવીશ અને ત્યારબાદ શરદને. ત્યારબાદ હું તમારા બધાની વચ્ચે આવીશ. આ ઓડિયો સંદેશ આસારામના આશ્રમના ફેસબુક પેજ પર ઘણીવાર સુધી ચાલ્યો. જો કે જ્યારે તે વાઈરલ થવા લાગ્યો તો તેને હટાવી લેવામાં આવ્યો. પરંતુ તેની સાથેની પોસ્ટ ત્યારપછી પણ લાંબા સમય સુધી ફેસબુક પેજ પર જોવા મળી હતી. ઓડિયો સંદેશથી એવું લાગી રહ્યું હતું કે આસારામ સજીવ પ્રવચન આપી રહ્યો છે. જેલના એક ઓફિસરે એ વાતની પુષ્ટિ કરી કે શુક્રવારે આસારામે ફોન પર એક નંબર પર વાતચીત કરી હતી પરંતુ સોશિયલ મીડિયા પર આવી કોઈ ક્લિપ ચાલી હોવાની જાણકારી નથી. શક્ય છે કે તેણે ફોન પર જે કહ્યું તેને રેકોર્ડ  કરી લેવાયું હોય અને તેને સોશિયલ મીડિયા પર ઓડિયો સંદેશ તરીકે ચલાવવામાં આવ્યો હોય.

બ્લોક ઉપર પણ જોવા મળ્યો ઓડિયો સંદેશ
આસારામના આશ્રમની પ્રવક્તા નીલમ દુબેએ જણાવ્યું કે આ સંદર્ભે તેઓ કશું કહેશે નહીં. જેલવાળાઓ સાથે વાત કરવી જોઈએ. જો આમ કશું બન્યું હોય તો પણ તેના પર વાંધો શું છે. દૈનિક ભાસ્કરમાં છપાયેલા એક અહેવાલ મુજબ સોશિયલ મીડિયાથી હટાવવામાં આવેલો ઓડિયો સંદેશ એક બ્લોગ ઉપર પણ સામે આવ્યો. ઓડિયો સંદેશમાં આસારામે એમ પણ કહ્યું કે ઉપર એકથી એક કોર્ટ છે. કેટલાક લોકો મારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યાં છે. ઓડિયો સંદેશમાં શરદનો અવાજ પણ છે જેમાં તેણે પોતે ઠીક હોવાની વાત કરી.

શું કહે છે જેલ મેન્યુઅલ
તિહાડ જેલ મેન્યુઅલ મુજબ ટેલિફોન સુવિધા દરેક કેદી માટે છે. તેઓ વધુમાં વધુ પાંચ મીનિટ માટે વાત કરી શકે છે. મકોકા, એનએસએ, પીએસએ કે પછી કોઈ આતંકી ગતિવિધિઓમાં જેલમાં આવેલા કેદીઓને ફોન પર વાત કરવાની સુવિધા મળતી નથી. આથી તેઓ જે નંબર પર વાત કરવા માંગતા હોય તેની તપાસ થાય છે. તેમના દ્વારા ફોન પર કરવામાં આવેલી વાત રેકોર્ડ પણ કરવામાં આવે છે.

શું છે આસારામ કેસ
સગીરા સાથે દુષ્કર્મના આરોપી આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે 25 એપ્રિલના રોજ ઉમરકેદની સજા સંભળાવી હતી. આ સાથે જ કોર્ટે આ મામલે દોષિત ઠેરવવામાં આવેલા શિલ્પી અને શરદચંદ્રને 20-20 વર્ષનીા સજા સંભળાવી છે. આ અગાઉ કોર્ટે આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં અને અન્ય બેને નિર્દોષ છોડી મૂકવાના આદેશ આપ્યા હતાં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news