જલદી છૂટી જશે અતીકનો આ હત્યારો? રાશન કાર્ડમાં છૂપાયેલું છે મોટું રહસ્ય

ગેંગસ્ટરમાંથી રાજનેતા બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના બેવડા હત્યાકાંડને અંજામ આપનારા ત્રણ મુખ્ય આરોપીઓમાંથી એક અરુણ મૌર્ય જલદી જેલમાંથી છૂટી શકે છે. 

જલદી છૂટી જશે અતીકનો આ હત્યારો? રાશન કાર્ડમાં છૂપાયેલું છે મોટું રહસ્ય

ગેંગસ્ટરમાંથી રાજનેતા બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના બેવડા હત્યાકાંડને અંજામ આપનારા ત્રણ મુખ્ય આરોપીઓમાંથી એક અરુણ મૌર્ય જલદી જેલમાંથી છૂટી શકે છે. યુપીના કાસગંજ જિલ્લાના કાદરવાડી ગામનો રહીશ અરુણ વિશે બુધવારેએ એક અખબાર દ્વારા એક્સેસ કરાયેલા દસ્તાવેજની એક કોપીમાં આ ઉલ્લેખ છે. 

મળતી માહિતી મુજબ ટીઓઆઈ દ્વારા જે દસ્તાવેજ મેળવવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ છે કે અરુણનો જન્મ એક જાન્યુઆરી 2006ના રોજ થયો હતો. જે પ્રમાણે તે હાલ 17 વર્ષ 3 મહિના અને 18 દિવસનો છે. એટલે કે સગીર વયનો છે. આ વાતનો દાવો કરતા અરુણ મૌર્યના કાકા સુનીલ મૌર્યએ કહ્યું કે તેને અપરાધ કરવા માટે કોઈએ ગુમરાહ કર્યો હશે. પોલીસે રવિવારે એક નિવેદનમાં અરુણની ઉંમર 18 વર્ષ હોવાનો દાવો કર્યો હતો. અરુણની ધરપકડ સંલગ્ન એક મામલાને જોઈ ચૂકેલા વકીલે નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે ગત વર્ષ ફેબ્રુઆરીએ અરુણને હરિયાણા પોલીસે ગેરકાયદેસર હથિયારો લેવા મામલે જેલમાં મોકલ્યો હતો. કોર્ટે બાદમાં સ્વીકાર્યું હતું કે તે સગીર હતો અને તેના છૂટકારાના આદેશ આપ્યા હતા. જો કે પાનીપત જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર (સેક્ટર 29) માં આર્મ્સ એક્ટ હેઠળ મામલાના નોંધાયેલી એફઆઈઆરમાં ઉલ્લેખ છે કે અરુણનો જન્મ 1992માં થયો હતો જેના કારણે તે 31 વર્ષનો થયો છે. 

ગત વર્ષ મે મહિનામાં અરુણ પર પાણીપતના સદર પોલીસ મથકમાં એક મામલો નોંધાયો હતો. હરિયાણા પોલીસના એક વરિષ્ઠ અધિકારી મુજબ હત્યાના એક કેસમાં સાક્ષીઓ પર કથિત હુમલાના કેસમાં આ એફઆઈઆર નોંધાઈ હતી. અરુણ આ મામલે એક મહિનાની અંદર જામીન મેળવવામાં સફળ રહ્યો. અત્રે જણાવવાનું કે બુધવારે અરુણ બે અન્ય શૂટરો સાથે પ્રયાગરાજમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટે ચાર દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news