Ram Mandir Darshan Timing: ભક્તો ક્યારથી કરી શકશે રામલલાના દર્શન, જાણો અયોધ્યા રામ મંદિરમાં દર્શન અને આરતીનો સમય

Ayodhya Ram Mandir Opening Time: રામ મંદિરમાં સામાન્ય લોકો ક્યારથી દર્શન કરી શકશે, શું તે માટે કોઈ ચાર્જ આપવો પડશે? જાણો અયોધ્યા મંદિરમાં ક્યારે આરતી થશે... તમારા દરેક સવાલના જવાબ જાણો...
 

Ram Mandir Darshan Timing: ભક્તો ક્યારથી કરી શકશે રામલલાના દર્શન, જાણો અયોધ્યા રામ મંદિરમાં દર્શન અને આરતીનો સમય

અયોધ્યાઃ Ayodhya Ram Mandir: અયોધ્યાના નવા ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં કાલ એટલે કે 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સમારોહમાં પીએમ મોદી સહિત દેશ-દુનિયાના અતિથિ આવશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. રામ મંદિરમાં સામાન્ય લોકો ક્યારે દર્શન કરી શકશે, ક્યારે પ્રવેશ કરી શકશે?  કોઈ ચાર્જ આપવો પડશે કે નહીં? આરતીનો સમય શું હશે? જાણો તમારા દરેક સવાલનો જવાબ...

22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 23મી જાન્યુઆરીથી સામાન્ય ભક્તો રામલલાના દર્શન કરી શકશે. 22 જાન્યુઆરીએ સામાન્ય ભક્તોના દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી. તેમના માટે બીજા દિવસથી દરવાજા ખોલવામાં આવશે. આ રીતે સામાન્ય લોકો સરળતાથી રામજીના દર્શન કરી શકશે. આ સમયગાળા દરમિયાન એક-બે બાબતો પર વિશેષ ધ્યાન આપવું પડશે.

મંદિરમાં પ્રવેશનો સમય
રામ મંદિર ભક્તો માટે સવારે 7:00 થી 11:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
આ પછી, મંદિર ભક્તો માટે બપોરે 2:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
ભગવાનની પૂજા અને વિશ્રામ માટે બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિરના દરવાજા બંધ રહેશે.

રામલલાની આરતી દિવસમાં ત્રણ વખત કરવામાં આવે છે.
પ્રથમ જાગરણ અથવા શ્રૃંગાર આરતી - સવારે 6:30 કલાકે
બીજો ભોગ આરતી- બપોરે 12:00
ત્રીજી સાંજની આરતી સાંજે 7:30 કલાકે

ભગવાનની આરતીમાં ભાગ લેવા માટે, તમે એક પાસ લઈ શકો છો જે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ હશે. આ માટે, માન્ય ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકે છે. અયોધ્યાના રામ મંદિરમાં ભક્તો રામલલાના નિ:શુલ્ક દર્શન કરી શકશે. આ માટે કોઈ ફી ચૂકવવાની નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news