PF ને લગતી તમામ માહિતી જાણો ચપટીમાં! જાણી લો આ સાવ સરળ પ્રક્રિયા

How To Check PF Balance Online: મુશ્કેલીના સમયમાં EPF બેલેન્સ જ કામ આવે છે અને તેના માટે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તે ખબર હોવી જોઈએ. પરંતુ જો તમને ખબર નથી તો અમે તમને ચાર ઉપાય સરળતાથી જ જણાવવા જઈ રહ્યા છીએ.

PF ને લગતી તમામ માહિતી જાણો ચપટીમાં! જાણી લો આ સાવ સરળ પ્રક્રિયા

How To Check EPF Balance: કોવિડ-19 મહામારીના આ સંકટમાં અનેક લોકોની સેલરી આવવાની બંધ થઈ ગઈ તો અનેક લોકોની જતી રહી. આવા સંકટના સમયમાં કોઈપણ વ્યક્તિ પોતાના EPF બેલેન્સ પર જ નિર્ભર હોય છે. અમે આજે તમને આ વાતની વિસ્તારથી જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે તમારા પીએફ બેલેન્સને સરળતાથી ચેક કરી શકશો. અમે આજે તમને એવા ચાર ઉપાયો બતાવીશું, જેનાથી તમે માત્ર ક્લિક કરતાંની સાથે જ ગણતરીના સમયમાં તમારા પીએફ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તેની માહિતી મેળવી શકશો.

1. How to check PF Balance Online:

(A) સૌથી પહેલાં તમારે https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login જવું પડશે.

(B) વેબસાઈટ પર ગયા પછી તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાંખો.

(C) લોગ-ઈન કર્યા પછી તમારી સામે એક નવું પેજ ઓપન થશે. અહીંયા તમારે પોતાની મેમ્બર આઈડીને પસંદ કરવાની રહેશે.

(D) જ્યારે તમે મેમ્બર આઈડી પસંદ કરશો એટલે તમારી સામે ડાઉનલોડ અને વ્યૂ પાસબુક બે ઓપ્શન આવશે. તમે તમારી સુવિધા અનુસાર કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.

2. How to check PF Balance by Miss call:

(A) મિસ્ડ કોલ દ્વારા પીએફ બેલેન્સની જાણકારી માટે તમારે પીએફ એકાઉન્ટ સાથે જે નંબર લિંક છે તે રજિસ્ટર નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.

(B) મિસ્ડ કોલ કર્યા પછી તરત તમારે રજિસ્ટર નંબર પર એક મેસેજ આવશે. જેમાં PF બેલેન્સની જાણકારી મળી જશે. માત્ર બે જ સ્ટેપમાં તમારી સામે પીએફ બેલેન્સની જાણકારી આવી જશે.

3. How to check PF Balance on UMANG App:

(a) સૌથી તમારા ફોનમાં ઉમંગ એપનો ઓપન કરો.

(b) તેના પછી તમારે EPFO પર ક્લિક કરવાનું રહેશે.

(C) જ્યારે તમે EPFO પર ક્લિક કરશો, ત્યારે એમ્પ્લોયી-સેન્ટ્રિક સર્વિસની નીચે અનેક ઓપ્શન જોવા મળશે. બેલેન્સ ચેક કરવા માટે તમારે View Passbook પર ક્લિક કરવાનું છે.

(d) જેવું તમે પાસબુક પર ક્લિક કરશો, એટલે તમારો UAN નંબર નાંખવો પડશે. નંબર નાંખ્યા પછી તમારે Get OTP પર ક્લિક કરવાનું છે. જેવો તમે આ વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર નંબર પર OTP આવશે. તેને એન્ટર OTPવાળી જગ્યામાં સબમિટ કરી દો.

(e) OTP સબમિટ કર્યા પછી તમારી સામે પાસબુક આવી જશે. તમે જેટલી કંપનીઓમાં કામ કર્યુ હશે તે બધી પાસબુક તમને અહીંયા દેખાશે. પાસબુક પર ક્લિક કરો અને બેલેન્સ તમારી સામે આવી જશે.

4. How to Check PF Balance by SMS:

(a) જો તમે તમારા EPF બેલેન્સને મિસ્ડ કોલ દ્વારા મેળવવા માગો છો તો તેના માટે તમારે વધારે કંઈ કરવાનું નથી. તમારે માત્ર તમારા રજિસ્ટર મોબાઈલ નંબરથી EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ કરવાનો છે.

(b) ધ્યાન આપવાની વાત એ છે કે તમે તમારી ભાષામાં પણ મેસેજ મેળવી શકો છો. પરંતુ તેના માટે તમારે UAN પછી કોડ લખવાનો રહેશે. હિંદીમાં જાણકારી માટે EPFOHO UAN HIN, ગુજરાતી માટે GUJ, પંજાબી માટે PUN, કન્નડ માટે KAN, મરાઠી માટે MAR, તમિલ માટે TAM, તેલુગુ માટે TEL, બંગાળી માટે BEN અને મલાયાલમ માટે MAL ટાઈપ કરવાનું રહેશે.

(c) ઉદાહરણ તરીકે ગુજરાતીમાં બેલેન્સની જાણકારી માટે તમારે EPFOHO UAN GUJ લખીને મેસેજ 7738299899 નંબર પર મોકલવાનો રહેશે. SMS સેન્ડ થતાં જ તમારા રજિસ્ટર નંબર પર બેલેન્સની સાથે મેસેજ આવી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news