હિજાબ પ્રોટેસ્ટની આડમાં પાકિસ્તાની ષડયંત્રનો થયો ખુલાસો, IB એ અલર્ટ બહાર પાડ્યું

હિજાબ મામલે એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાની આતંકી સંગઠન દ્વારા ભારતમાં હિજાબ રેફરેન્ડમ દ્વારા અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે.

હિજાબ પ્રોટેસ્ટની આડમાં પાકિસ્તાની ષડયંત્રનો થયો ખુલાસો, IB એ અલર્ટ બહાર પાડ્યું

નવી દિલ્હી: હિજાબ મામલે એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાની આતંકી સંગઠન દ્વારા ભારતમાં હિજાબ રેફરેન્ડમ દ્વારા અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે. આ મામલે ભારતની ગુપ્તચર એજન્સી આઈબીએ અલર્ટ બહાર પાડ્યું છે. 

આઈબી અલર્ટની કોપી ઉપલબ્ધ
ઝી ન્યૂઝ પાસે આઈબી અલર્ટની કોપી છે. મળતી માહિતી મુજબ ISI એ ભારતમાં હિજાબ રેફરેન્ડમ માટે વેબસાઈટ બનાવી. આ ઉપરાંત શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપંતવંત સિંહ પન્નુ પાસે ISI એ વીડિયો બહાર પડાવ્યો. ISI ના ષડયંત્ર બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓ એક્ટિવ થઈ. જેના પર આઈબીએ અલર્ટ બહાર પાડ્યું છે. 

શીખ ફોર જસ્ટિસ પાસે બહાર પડાવ્યો વીડિયો
અલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપંતવંત સિંહ પન્નુએ વીડિયો બહાર પાડ્યો છે. જેમાં તેઓ ભારતને તોડવા માટે હિજાબ જનમત સંગ્રહ જેવો એજન્ડા ફેલાવવાની કોશિશમાં છે. પન્નુએ ભારતીય મુસ્લિમોને અપીલ કરી છે કે તેઓ હિજાબ રેફરેન્ડમ શરૂ કરે અને ભારતને ઉર્દુસ્તાન બનાવવા તરફ આગળ વધે. 

हिजाब प्रोटेस्ट की आड़ में पाकिस्तानी साजिश का हुआ खुलासा, आईबी ने जारी किया अलर्ट

ભારતમાં હિજાબ રેફરેન્ડમ એજન્ડા ફેલાવવાની કોશિશ
આઈબીએ જાણકારી આપી કે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હિજાબ રેફરેન્ડમ ફેલાવવાની કોશિશ થઈ શકે છે. આઈબીએ તમામ રાજ્યોને અલર્ટ કર્યા છે. 

ભારતીય મુસલમાનોને ભડકાવવાની કોશિશ
11ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા આઈબી અલર્ટ મુજબ વીડિયોમાં પન્નુએ ભડકાઉ વીડિયોમાં હિજાબ રેફરેન્ડમ દ્વારા ભારતીય મુસલમાનોને ભડકાવવાની કોશિશ કરી છે અને કહ્યું છે કે આજે હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે કાલે અજાન અને પછી કુરાન પર થશે. આથી હવે વિરોધ કરવાનો સમય આવી ચૂક્યો છે. ભારતને ઉર્દુસ્તાન  બનાવો. પન્નુએ કહ્યું કે પાકિસ્તાન પાસેથી શીખો કેવી રીતે અલગ મુસ્લિમ દેશ બનાવ્યો છે. 

ષડયંત્ર પાછળ ISI 
પન્નુએ વીડિયોમાં કહ્યું છે કે હિજાબ રેફરેન્ડમ માટે તેઓ મોટા પાયે ફંડિંગ કરશે. આથી આઈબીએ તમામ લોકલ પોલીસ અને એજન્સીઓને અલર્ટ રહેવા જણાવ્યું છે. હિજાબ રેફરેન્ડમ માટે એક વેબસાઈટ પણ શરૂ કરાઈ છે જેમાં લોકોને ઓનલાઈન સપોર્ટ કરવાનું કહેવાયું છે. ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે આ બધા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું મગજ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news