Terrorist Attack: જમ્મુ આતંકી હુમલા પર થયો મોટો ખુલાસો, PM મોદીના પ્રવાસ પહેલા રચાયું ખૌફનાક ષડયંત્ર

Jammu Terrorist Attack on CISF Bus: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જમ્મુ પ્રવાસથી બે દિવસ પહેલા ચડ્ઢા કેમ્પ પાસે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ના જવાનોથી ભરેલી બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો

Terrorist Attack: જમ્મુ આતંકી હુમલા પર થયો મોટો ખુલાસો, PM મોદીના પ્રવાસ પહેલા રચાયું ખૌફનાક ષડયંત્ર

Jammu Terrorist Attack on CISF Bus: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જમ્મુ પ્રવાસથી બે દિવસ પહેલા ચડ્ઢા કેમ્પ પાસે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ના જવાનોથી ભરેલી બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા અંગે મોટો ખુલાસો થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ CISF ના જવાનોને લઈને જઈ રહેલી જે બસ પર આતંકી હુમલો થયો તેનો ડ્રાઈવર CISF સાથે સંકળાયેલો નહતો. 

અત્રે જણાવવાનું કે આ આતંકી હુમલામાં એક એએસઆઈ શહીદ થયા જ્યારે બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા. CISF ના એક અધિકારીએ જણાવ્યું કે જમ્મુના ચડ્ઢા કેમ્પ પાસે સવારે લગભગ ચાર વાગે CISF ના 15 જવાનોને સવારની પાળીમાં ડ્યૂટી પર લઈને જઈ રહેલી બસ પર આતંકીઓએ હુમલો કર્યો. CISF એ આતંકી હુમલાની જવાબી કાર્યવાહી કરી અને આતંકીઓને ભાગવા પર મજબૂર કર્યા. 

સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓએ મોટું ષડયંત્રને અંજામ આપવાની યોજના ઘડી હતી. આતંકીઓ પાસેથી પુષ્કળ હથિયારો મળ્યા હતા. ભારે પ્રમાણમાં ગોળા બારૂદ પણ હતા. આતંકીઓના મનસૂબા ખતરનાક હતા. પરંતુ જવાનોની તાબડતોડ કાર્યવાહી બાદ આતંકીઓએ ભાગવા માટે મજબૂર થવું પડ્યું. ખુલાસા મુજબ પીએમ મોદીના પ્રવાસ પહેલા આર્મી કેમ્પ આતંકીઓના નિશાન પર હતો. 

અત્રે જણાવવાનું કે પીએમ મોદી 24 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે હશે. પીએમ મોદી જમ્મુ જશે અને પલ્લી ગામમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદી જમ્મુ અને કાશ્મીરને અનેક ભેટ પણ આપશે. તેઓ પાંચ એક્સપ્રેસ વેના શિલાન્યાસની સાથે જ બનિહાલ-કાઝીગુંડ ટનલનું પણ ઉદ્ધાટન કરશે. 

38082 કરોડ રૂપિયાની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની
કલમ 370 હટ્યા બાદ નવા જમ્મુ કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસના શરૂ થયેલા નવા યુગમાં 38082 કરોડ રૂપિયાની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની પણ હશે. તેમાં દેશ-વિદેશના જાણીતા ઉદ્યોગપતિઓ પણ સામેલ થશે. એ ક્લિક દ્વારા દેશની તમામ પંચાયતોને એવોર્ડ મની પણ વિતરણ કરાશે. પ્રદેશમાં આગામી ચાર વર્ષમાં વીજળી ઉત્પાદન બમણું કરવાના હેતુથી પ્રધાનમંત્રી 850 મેગાવોટ રેટલે તથા 640 મેગાવોટ કવાર હાઈડ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. 

પ્રધાનમંત્રી પલ્લી પંચાયત ઘર જશે તથા સરપંચ અને પંચ સાથે વાતચીત પણ કરશે. ઈન્ટેક ફોટો ગેલેરી તથા નોકિયા સેન્ટરનું પણ નિરીક્ષણ કરળે. આ ઉપરાંત અલગ અલગ વિભાગોના એક્ઝીબિશનને પણ નિહાળશે. દુબઈથી આવી રહેલા બિઝનેસ ડેલિગેશન સાથે પણ મુલકાત કરશે. પીએમના આ પ્રયત્નથી ઔદ્યોગિત વિકાસથી પ્રદેશમાં ચાર લાખ પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે રોજગારની તકોનું સર્જન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news