બોગીબીલ એક પુલ નહીં પરંતુ લાખો લોકોની લાઈફલાઈન છે : પીએમ મોદી

આ પુલને ભારતીય એન્જિનિયરિંગની અનોખી કમાલ પણ કહેવામાં આવે છે. કેમ કે આ એક ડબલડેકર બ્રીજ છે. તેના પર ટ્રેન અને બસ એકસાથે દોડશે. આટલું જ નહીં આ પુલ એટલો શક્તિશાળી બનાવાયો છે કે અહીં જરૂર પડે તો યુદ્ધ વિમાન પણ ઉતારી શકાશે અને સેનાની ભારેભરખમ ટેન્ક પણ ચલાવી શકાશે

બોગીબીલ એક પુલ નહીં પરંતુ લાખો લોકોની લાઈફલાઈન છે : પીએમ મોદી

ધેમાજી, આસામઃ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીના અવસરે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા અને સૌ પ્રથમ એવા રેલવે-રોડ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આસામના ડિબ્રુગઢમાં બનેલો 4.94 કિમી લાંબો આ બોગીબુલ પુલ દેશને સમર્પિત થવાને કારણે આસામ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું છે. આ પુલ આસામના ડિબ્રુગઢને બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ કિનારે આવેલા ધેમાજી જિલ્લા સાથે જોડે છે. તેની નજીકમાં જ અરૂણાચલ પ્રદેશનો સિલાપત્થર પણ આવેલો છે. આ પુલને વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. 

આ પુલને ભારતીય એન્જિનિયરિંગની અનોખી કમાલ પણ કહેવામાં આવે છે. કેમ કે આ એક ડબલડેકર બ્રીજ છે. તેના પર ટ્રેન અને બસ એકસાથે દોડશે. આટલું જ નહીં આ પુલ એટલો શક્તિશાળી બનાવાયો છે કે અહીં જરૂર પડે તો યુદ્ધ વિમાન પણ ઉતારી શકાશે. વડા પ્રધાને આ પુલનું દક્ષિણ ક્ષેત્રથી ઉદ્ઘાટન કર્યું હતું અને પછી તેના ઉપર મુસાફી કરીને ઉત્તર ભાગમાં ગયા હતા. 

વડા પ્રધાને પુલનું ઉદ્ઘાટન કર્યા બાદ રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે, "આજે દેશ અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યો છે. કેન્દ્રની સરકાર 'સબ કા સાથ, સબકા વિકાસ'ના મંત્ર સાથે આગળ વધી રહી છે. દેશમાં સુશાસન લાવી રહી છે."

મોદીએ વધુમાં જણાવ્યું કે, "આ દેશનો સંપૂર્ણપણે સ્ટીલ પર બનેલો પુલ છે. તેના પર એકસાથે ફોર વ્હિલર અને ટ્રેન પણ દોડશે અને સાથે જ દેશની વ્યુહાત્મક શક્તિને પણ એક નવું બળ મળશે. આ પુલની મદદથી લોકોની મુસાફરી સરળ બની જશે. આસામ માટે આ પુલ લાઈફલાઈનનું કામ કરશે. તેનાથી અસમ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું છે."

વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, "આઝાદી બાદ બ્રહ્મપુત્રમાં 70 વર્ષમાં કુલ 3 પુલ બન્યા છે અને છેલ્લા ચાર વર્ષમાં જ અમે બ્રહ્મપુત્ર નદી ઉપર ત્રણ પુલ બનાવી લીધા છે. નવા પુલો પર પણ કામ ચાલી રહ્યું છે. આ પુલનું નિર્માણ અટલજીને કારણે શરૂ થઈ શક્યું છે, 2004માં જ્યારે તેમની સરકાર ગઈ તો પ્રોજેક્ટ અટકાવી દેવાયો હતો. જો અટલજીની સરકારને તક મળતી તો 2007-08 ત્યાં સુધીમાં આ પુલ બનીને તૈયાર થઈ જતો. યુપીએ સરકાર જે કેન્દ્રમાં રહી તેણે પુલ પર ધ્યાન આપ્યું નહીં."

મોદીએ જણાવ્યું કે, "આ પુલને કારણે ઈટાન ગર અને ડિબ્રુગઢ વચ્ચેનું અંતર 200 કિમી કરતાં પણ ઓછું રહી ગયું છે. ડિબ્રુગઢ નોર્થ ઈસ્ટનું એક મોટું કેન્દ્ર છે. અહીં શિક્ષણથી માંડીને આરોગ્યની તમામ જરૂરિયાતો ઉપલબ્ધ છે. આજે અટલજી જ્યાં પણ હશે, બોગીબીલ પુલ શરૂ થયા બાદ તમારા ચહેરા પર જે આનંદ છવાયો છે તેને જોઈને અત્યંત પ્રફુલ્લિત થઈ રહ્યા હશે."

ચીનને જવાબ
આ પુલ અરૂણાચલ પ્રદેશને અડીને આવેલા બોર્ડ પર ચીનના પડકારને એક જવાબ તરીકે માનવામાં ાવે છે. સેનાની જરૂરિયાતોની દૃષ્ટિએ પણ આ પુલ અત્યંત મહત્વનો છે. આ પુલ પર સેનાની વજનદાર ટેન્કને પણ લઈ જઈ શકાશે. પુલના નીચેના ભાગમાં બે રેલવેલાઈન પાથરવામાં આવી છે અને તેના ઉપર 3 લેન સડક બનેલી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news