Bihar News: વારંવાર પાટલી બદલતા નીતિશકુમાર પર આખરે BJP એ ફરી કેવી રીતે ભરોસો કરી લીધો? જાણો ઈનસાઈડ સ્ટોરી

નીતિશ કુમારનું આ વલણ જગજાહેર છે પણ રસપ્રદ વાત એ છે કે આખરે એવું તે કયું કારણ છે કે જેના લીધી ભાજપ નીતિશકુમાર સાથે વારંવાર હાથ મીલાવવા માટે તૈયાર પણ થઈ જાય છે?

Bihar News: વારંવાર પાટલી બદલતા નીતિશકુમાર પર આખરે BJP એ ફરી કેવી રીતે ભરોસો કરી લીધો? જાણો ઈનસાઈડ સ્ટોરી

બિહારના રાજકારણમાં ફરીથી એકવાર નાટકીય ઉલટફેર જોવા મળ્યો છે. રવિવારે સવારે રાજીનામું આપીને સાંજે રેકોર્ડ 9મી વખત જેડીયુ  ચીફ નીતિશકુમારે પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. વોટ્સએપ પર સતત લોકો શેર કરી રહ્યા છે કે નીતિશકુમાર કદાચ દેશના એક માત્ર એવા મુખ્યમંત્રી છે જે ફરીથી મુખ્યમંત્રી બનવા માટે પૂરા આત્મવિશ્વાસસાથે સીએમ પદથી રાજીનામું આપે છે. જ્યારે પણ પાટલી બદલે છે ત્યારે એવું કહે છે કે આ ગઠબંધન છોડીને જવાનો તો સવાલ જ નથી. પરંતુ વર્ષ-બે વર્ષમાં તેમનો અંતરાત્મા જાગી જાય છે કે પછી જનતાનું હિત બતાવીને પલટી મારી દે છે. નીતિશ કુમારનું આ વલણ જગજાહેર છે પણ રસપ્રદ વાત એ છે કે આખરે એવું તે કયું કારણ છે કે જેના લીધી ભાજપ નીતિશકુમાર સાથે વારંવાર હાથ મીલાવવા માટે તૈયાર પણ થઈ જાય છે?

જે નેતા એક દિવસ પહેલા સુધી સીએમને સત્તાથી દૂર કરવા માટે પ્રતિજ્ઞા લઈ રહ્યા હતા તેઓ બીજા દિવસે નીતિશ કુમારની બાજુમાં ડેપ્યુટી સીએમની ખુરશી પર બેસી જાય છે. શું સત્તામાં આવું જ ચાલે છે? જો આવું જ હોય તો ફક્ત જનતાને દેખાડવા માટે વિરોધ અને વિચારધારાની વાતો થતી હોય છે? તેનો જવાબ તો કોઈ પાર્ટી નહીં આપી શકે સિવાય કે પહેલા ખોટું થઈ રહ્યું હતું અને હવે સાચું? ખેર...72 વર્ષના નીતિશકુમારની 'પલટીમાર પોલિટિક્સ'ને ભાજપના ચશ્માથી જોવા ખુબ મહત્વપૂર્ણ છે. એવા કારણો પર નજર ફેરવવી પણ જરૂરી છે. 

1. ટાઈમિંગ
નીતિશકુમારે એવા સમયે એનડીએ સાથે જોડાણ કર્યું છે જ્યારે 2024ની લોકસભા ચૂંટણી નજીક છે. બીજુ કે ભાજપ વિરુદ્ધ I.N.D.I.A ગઠબંધનના સૂત્રધાર પણ તેઓ હતા. હવે તેમની એનડીએમાં વાપસીથી વિપક્ષી ગઠબંધન ચોક્કસ નબળું જોવા મળશે. આગામી વર્ષે બિહારમાં પણ વિધાનસભા ચૂંટણી છે. ભાજપ તેના માટે પણ સમીકરણ સેટ કરવા માંગે છે. 

2. હિન્દુત્વ અને પરિવારવાદ
જેમ કે 24 કલાકથી ભાજના નેતાઓ  કહી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ નીતિશકુમારમાં ઘણી સમાનતાઓ છે. બંને પરિવારવાદની વિરુદ્ધમાં છે. બંને હિન્દુત્વના એજન્ડા પર ચાલી રહ્યા છે. 

3 પછાત વર્ગ
બિહારમાં OBC 27.12 ટકા જ્યારે આર્થિક રીતે પછાત વર્ષ (EBC) એટલે કે અત્યંત પછા જાતિ 36.01 ટકા છે. જનરલ કાસ્ટના લોકો 15.5 ટકા છે. બિહારમાં ઈબીસી શરૂઆતથી જ નીતિશકુમારના પરંપરાગત મતદારો રહ્યા છે. હવે આ વોટબેંક ભાજપને ફાયદો પહોંચાડશે. સ્પષ્ટ છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ છતાં એનડીએ કદાચ બિહારને લઈને આશ્વસ્ત નહતું. 

4. જરૂરિયાત કે પછી મજબૂરી
ભાજપ સમજી રહ્યો છે કે જો તેણે સતત ત્રીજીવાર સત્તામાં આવવું હોય તો હિન્દી ભાષી રાજ્યોમાંથી વધુને વધુ સીટો જીતવી પડશે. ગત લોકસભા ચૂંટણીમાં જેડીયુ+ભાજપ+એલજેપીએ મળીને40માંથી 39 બેઠકો જીતી હતી. ભાજપને 17 અને નીતિશકુમારની પાર્ટીને 16 બેઠકો મળી હતી. એલજેપીએ6 સીટો જીતી હતી. કોંગ્રેસને એક અને આરજેડીને 0 સીટ મળી હતી. જેડીયુ વિરોધીઓ સાથે હોય તો ભાજપ માટે આટલી સીટો મેળવવી એ પડકાર બની શકતો હતો. 

આમ તો ભાજપ અડધી સીટો પોતાના દમ પર કાઢી લેત પરંતુ તેને 39/40 જેવું રિઝલ્ટ મેળવવા માટે નીતિશકુમારને પોતાની સાથે રાખવા જરૂરી હતા. કદાચ ભાજપને આજે પણ નીતિશકુમાર પર ભરોસો ભલે ન હોય પરંતુ લોકસભા ચૂંટણીમાં જેડીયુ તેની જરૂરિયાત બની ગઈ હતી. 

શપથગ્રહણ બાદ નીતિશકુમારે કહ્યું કે, 'હું પહેલા પણ તેમના એનડીએ સાથે હતો. અમે અલગ અલગ રસ્તાઓ પર જતા રહ્યા પરંતુ હવે અમે સાથે છીએ અને સાથે રહીશું. હું જ્યાં હતો ત્યાં પાછો આવી ગયો છું અને હવે ક્યાંય બીજે જવાનો સવાલ જ નથી ઉઠતો.' રવિવારે આઠ લોકોએ મંત્રીપદના શપથ લીધા. ભાજપના નેતા સમ્રાટ ચૌધરી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ વિજયકુમાર સિન્હા નાયબ મુખ્યમંત્રી રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news