બુરાડીકાંડ: એક જ પરિવારનાં 11 લોકોનાં મોત પરથી ઉઠ્યો પડદો, વિસરા રિપોર્ટમાં થયો ખુલાસો

આ વર્ષે જુલાઇમાં દિલ્હીનાં બુરાડીમાં થયેલા એક જ પરિવારનાં 11 લોકોનાં મોતથી પાંચ મહિના બાદ પડદો ઉઠ્યો છે. આ મોતનાં કારણનો ખુલાસો હવે સામે આવેલા મૃતકોનાં વિસેરા રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ અનુસાર તમામ 11 લોકોનાં શરીરમાં કોઇ પણ ઝેરી પદાર્થ હોવાની પૃષ્ટી નથી થઇ. એવામાં હવે આ મોતનો સામુહિક આત્મહત્યા દ્વારા જોવામાં આવી રહ્યું છે. તેમાં કોઇ પણ પ્રકારનું કોઇ કાવત્રું નહી હોવાની વાત સામે આવી છે. વિસરા રિપોર્ટ સામે આવવાની પૃષ્ટી મુદ્દે તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાંચની ટીમની આગેવાની કરી રહેલ ડીસીપી જોય ટિર્કીએ કરી છે. 
બુરાડીકાંડ: એક જ પરિવારનાં 11 લોકોનાં મોત પરથી ઉઠ્યો પડદો, વિસરા રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હી : આ વર્ષે જુલાઇમાં દિલ્હીનાં બુરાડીમાં થયેલા એક જ પરિવારનાં 11 લોકોનાં મોતથી પાંચ મહિના બાદ પડદો ઉઠ્યો છે. આ મોતનાં કારણનો ખુલાસો હવે સામે આવેલા મૃતકોનાં વિસેરા રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ અનુસાર તમામ 11 લોકોનાં શરીરમાં કોઇ પણ ઝેરી પદાર્થ હોવાની પૃષ્ટી નથી થઇ. એવામાં હવે આ મોતનો સામુહિક આત્મહત્યા દ્વારા જોવામાં આવી રહ્યું છે. તેમાં કોઇ પણ પ્રકારનું કોઇ કાવત્રું નહી હોવાની વાત સામે આવી છે. વિસરા રિપોર્ટ સામે આવવાની પૃષ્ટી મુદ્દે તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાંચની ટીમની આગેવાની કરી રહેલ ડીસીપી જોય ટિર્કીએ કરી છે. 

11 લોકોનાં મોત અને તેનાં વિસેરા રિપોર્ટ પર ડીસીપી જોય ટિર્કીએ કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વિસરા રિપોર્ટમાં પણ તે સ્પષ્ટ થઇ ચુક્યું છે કે મોતનું કારણ બીજુ કંઇ જ નથી. તેના અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ 11માંથી કેટલાક લોકોનાં પેટ ખાલી હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ કોઇ લોકોનાં પેટમાં હળવું પચેલુ ન હોય તેવું ભોજન મળ્યું હતું. 

દિલ્હી પોલીસે તે સમયે એવી શંકા વ્યક્ત કરી હતી કે મરનારા લોકોનાં ઘરમાં કોઇ બાહ્ય વ્યક્તિ નહોતો આ જ કારણે પોલીસ વિસેરા રિપોર્ટ ઉપરાંત સાઇકોલોજિકલ એટોપ્સી પણ કરાવી. પોલીસે આ લોકોનાં મોતનું કારણ પુર્ણરીતે પડદો ઉઠાવવા માંગે છે. 

ઉત્તર દિલ્હીનાં બુરાડીમાં જુલાઇમાં થયેલી એક જ પરિવારનાં 11 લોકોનાં મોતની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે તમામ મૃતકોની સાઇકોલોજીકલ એટોપ્સી કરાવી. મનોવૈજ્ઞાનિક એટોપ્સીમાં કોઇ વ્યક્તિનાં મેડિકલ રેકોર્ટનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેનાં દોસ્તો, પરિવારનાં સભ્યોની પુછપરછ કરવા અને મોત પહેલા તેમની માનસિક દશાનો અભ્યાસ કરીને તે વ્યક્તિની માનસિક સ્થિતીનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 

આ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ભાટિયા પરિવારનાં 11 લોકોએ આત્મહત્યા કરી હતી, પરંતુ એક ધાર્મિક ક્રિયા દરમિયાન દુર્ઘટના વશ તમામ લોકોનાં મોત થયા હતા. દિલ્હી પોલીસે જુલાઇમાં સીબીઆઇને સાઇકોલોજિકલ એટોપ્સી કરવા માટે જણાવ્યું હતું. મનોવૈજ્ઞાનિક એટોપ્સી દરમિયાન સીબીઆિની કેન્દ્રીય ફોરેન્સીક વિજ્ઞાનિક પ્રયોગશાળા(CFSL)એ ઘરમાંથી મળેલ રજિસ્ટરોમાં લખેલી વાતોનો તથા પોલીસ દ્વારા કરવામાં આવેલ ચંડાવત પરિવારનાં સભ્યો અને મિત્રોનાં નિવેદનનું વિશ્લેષણ કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news