શું આ વ્યક્તિની મુલાકાત બાદ BJPએ PDP સાથે તોડ્યુ ગઠબંધન?

માનવામાં આવી રહ્યું છે કે, ઘાટીની સ્થિતિની મુલાકાત અજિત ડોભાલે લીધા બાદ અમિત શાહે ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો છે. 

 

શું આ વ્યક્તિની મુલાકાત બાદ BJPએ PDP સાથે તોડ્યુ ગઠબંધન?

નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સેના પર થઈ રહેલો પથ્થરમારો અને આતંકી ઘટનાઓના મુદ્દા પર મંગળવાર (19 જૂન) અમિત શાહે રાજ્યના નેતાઓની સાથે બેઠક બાદ પીડીપીની સાથે ભાજપે ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો છે. ભાજપના મહાસચિવ રામ માધવે જમ્મૂ કાશ્મીરના ઉપ મુખ્યપ્રધાનની કવિન્દ્ર ગુપ્તાની સાથે પત્રકાર પરિષદ યોજીને આ વાતની જાહેરાત કરી. ઘાટીમાં પીડીપી અને ભાજપનું ગઠબંધન તૂટવાની પાછળ આ વ્યક્તિનો હાથ હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. 

તે વ્યક્તિ છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ. ઘાટીમાં ભાજપના મંત્રીઓ સાથે મુલાકાત કર્યા પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મંગળવારે સવારે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. શાહ સાથે મુલાકાત દરમિયાન ડોભાલે તેમને ઘાટીની હાલની સ્થિતિ વિશે જાણકારી આપી. ડોભાલે શાહને જણાવ્યું કે, ઘાટીમાં આતંકીઓ પર કાર્યવાહી ક્યા પ્રકારે પ્લાન બનાવી શકાય છે. જેથી મોટા પાયે એક્શન લઈ શકાય. સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી પ્રમાણે ઘાટીની સ્થિતિ શાંતિપૂર્ણ બનાવવા માટે કેન્દ્ર સરકાર કોઈ મોટા પગલા ભરવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ રાજ્ય સરકારનો સહયોગ મળી રહ્યો નથી. રાજ્યની સ્થિતિ જોતા ભાજપે આ નિર્ણય લીધો છે. 

માનવામાં આવી રહ્યું છે કે, ઘાટીની સ્થિતિની તપાસ કર્યા બાદ અમિત શાહે ગઠબંધન તોડવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના હવાલાથી મળેલી જાણકારી પ્રમાણે આ બેઠકમાં ડોભાલે શાહને કહ્યું કે, છેલ્લા એક મહિનાથી ઘાટીમાં સંઘર્ષવિરામ બાદ અત્યાર સુધી આતંકીઓની વિરુદ્ધ સેનાની અત્યાર સુધીની સૌથી મોટી ફોજ હાજર છે. તેમણે જણાવ્યું કે, ઘાટીની સ્થિતિને શાંતિપૂર્ણ કરી શકાય તે માટે સેના અને સત્તાધારી સરકાર તમામ પહેલૂઓ પર મળીને કામ કરી રહી છે. 

2019ની ચૂંટણીની તૈયારીમાં શાહ
ઉલ્લેખનીય છે કે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓ કમર કસી ચૂકી છે. રાજ્યની સ્થિતિ વચ્ચે ભાજપ અહીંની રાજનીતિ અને સીએમ મહબૂબા મુફ્તીના પ્લાનને સમજવાના પ્રયત્નમાં લાગેલી હતી, જે નિષ્ફળ રહી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહેબૂબા મુફ્તીની કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાતમાં કોઇ મહત્વનો નિર્ણય ન આવતા પીડીપીએ ગઠબંધન તોડવાનો નિર્ણય કર્યો છે. 

ભાજપના મહાસચિવ અને જમ્મૂ કાશ્મીરના પ્રભારી રામમાધવનું કહેવું છે કે ભાજપે ઘાટીમાં પીડીપી સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય દેશહિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news