અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી કર્ણાટક મુદ્દે ઉઠાવ્યા સવાલો

જો કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ સરકાર બનશે તો કર્ણાટકનાં લોકોનાં વિશ્વાસ અને લોકશાહીની હત્યા ગણાશે

અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી કર્ણાટક મુદ્દે ઉઠાવ્યા સવાલો

બેંગ્લુરૂ :હાલમાં કોંગ્રેસ અને જેડીએસ કર્ણાટકમાં સરકાર રચવા માટે જઇ રહ્યા છે. જો કે બંન્ને વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મડાગાંઠ યથાવત્ત છે. તે અગાઉ જ ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ તથા જેડીએસ પર ચાબખા વિંઝ્યા હતા. અમિત શાહે કહ્યું કે જો આ સરકારની રચના થશે તો કર્ણાટકનાં લોકોનું અપમાન કહેવાશે. લોકો જેની સરકાર રચવા માંગતા હતા તે સૌથી મોટો પક્ષ ભાજપને વિપક્ષમાં બેસાડીને લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. 

પોતાની હારમાં પણ જીત શોધી રહી છે કોંગ્રેસ
કોંગ્રેસ અને જેડીએસનું આ અપવિત્ર ગઠબંધન છે
14 રાજ્યો અને 9 પેટા ચૂંટણીનાં પરાજયની કોંગ્રેસ ઉજવણી કરી રહી છે
જેડીએસ એવી સીોટ પર જ જીતી જ્યાં ભાજપ પહેલાથી જ નબળું હતું
કોંગ્રેસનાં 14 રાજ્યો ઝુંટાઇ ગયા અને તે 9 લોકસભા સીટોની ઉજવણી કરે છે
કોંગ્રેસ 122માંથી 78 સીટો પર આવી ચુકી છે. 
78થી વધારે સીટો પર જેડીએસનાં ઉમેદવારોનાં જામીન જપ્ત થયા
શું કોંગ્રેસ પોતાની સીટો ઓછી થવાની ઉજવણી કરી રહી છે
ભાજપ 40માંથી 104 સીટો ધરાવતી વિશાળ પાર્ટી બની છે. 
કર્ણાટકનાં લોકોએ કોગ્રેસની વિરુદ્ધ મતદાન કર્યું છે
કર્ણાટક મુદ્દે કેટલાક પક્ષો દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવ્યું
દેશ વિરોધી સંસ્થાઓનો સાથ લઇને ચૂંટણી લડવામાં આવી
કર્ણાટક ચૂંટણી બાદ અમિત શાહ ચોથી વખત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે
ખેડૂતોનાં આપઘાતનાં કિસ્સાઓ કોંગ્રેસનાં કુશાસનમાં વધ્યા છે
કર્ણાટકનાં લોકોએ અમને મેન્ડેટ આપ્યો તેનો મને ખુબ જ આનંદ
જેડીએસનો પ્રચાર કોંગ્રેસની વિરુદ્ધમાં હતો હવે બંન્ને એક થયા
શું સૌથી મોટો પક્ષ હોવા છતા પણ સરકારની રચના કરવાનો દાવો ખોટો છે.

— BJP (@BJP4India) May 21, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news