Ramesh Bidhuri: સંસદમાં અપશબ્દો બોલનારા BJP સાંસદ રમેશ બિધૂડી પર શું કાર્યવાહી થઈ શકે? ખાસ જાણો

Ramesh Bidhuri and Danish Ali: ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બિધૂડીએ લોકસભામાં પોતાના સાથી સાંસદને અપશબ્દો કહ્યા. તેમની નિવેદનબાજીને લઈને હંગામો થયો છે. 21 સપ્ટેમ્બરે નવી સંસદમાં યોજાયેલા વિશેષ સત્રના ચોથા દિવસે તેમણે જે પણ કઈ કહ્યું તેના પર બબાલ મચી છે.

Ramesh Bidhuri: સંસદમાં અપશબ્દો બોલનારા BJP સાંસદ રમેશ બિધૂડી પર શું કાર્યવાહી થઈ શકે? ખાસ જાણો

ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બિધૂડીએ લોકસભામાં પોતાના સાથી સાંસદને અપશબ્દો કહ્યા. તેમની નિવેદનબાજીને લઈને હંગામો થયો છે. 21 સપ્ટેમ્બરે નવી સંસદમાં યોજાયેલા વિશેષ સત્રના ચોથા દિવસે તેમણે જે પણ કઈ કહ્યું તેના પર બબાલ મચી છે. સાંસદ રમેશ બિધૂડીએ ચંદ્રયાનની સફળતા પર જ્યારે બોલવાનું શરૂ કર્યું તો પછી તેઓ જાણે ભાષાની મર્યાદા જ ભૂલી ગયા. 

રમેશ બિધૂડીએ શરૂઆતમાં ચંદ્રયાન-3ની સફળતા બદલ દેશના વખાણ કર્યા પરંતુ પછી તેઓ આપત્તિજનક ભાષા પર ઉતરી આવ્યા. તેમણે એક મિનિટમાં 11 ગાળો બોલી નાખી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બિધૂડીના નિવેદન બાદ તેઓ લોકોના નિશાન પર છે. 

રમેશ બિધૂડીના નિવેદનને લઈને ખુબ હંગામો થઈ રહ્યો છે. તેમણે મહિલાઓની હાજરીને પણ નજરઅંદાજ કરી અને આપત્તિજનક શબ્દો કહ્યા. તેમણે બસપાના સાંસદ દાનિશ અલીને ગાળો આપી. ત્યારબાદ વિપક્ષે હંગામો શરૂ કરી દીધો. રમેશ બિધૂડીના નિવેદન બાદ જ્યારે વિપક્ષે હંગામો કર્યો તો રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતે સફાઈ આપવી પડી. તેમણે કહ્યું કે જો સાંસદની ટિપ્પણીથી વિપક્ષ આહત હોય તો હું ખેદ વ્યક્ત કરું છું. 

રમેશ બિધૂડી વિરુદ્ધ શું થઈ શકે કાર્યવાહી?
બંધારણની કલમ 105 (2) કહે છે કે સંસદમાં કહેવામાં આવેલી કોઈ પણ વાત માટે સાંસદને કોઈ કોર્ટમાં ઢસડી શકાય નહીં. દાનિશ અલી, રમેશ બિધૂડી વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી તો કરી શકે નહીં. પણ એવું પણ નથી કે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. લોકસભામાં પ્રોસીજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ રૂલ 380 હેઠળ સ્પીકર તેમના પર કાર્યવાહી કરી શકે છે. વિપક્ષના નેતા રમેશ બિધૂડીની ફરિયાદ લઈ સ્પીકર પાસે પહોંચ્યા છે. હવે તેમના પર સ્પીકર કોઈ નિર્ણય લઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news