Punjab elections: પહેલા કૃષિ કાયદા પરત, હવે પંજાબ ચૂંટણી સમયે પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત

મોદીએ ગુરૂ ગોબિંહ સિંહના પ્રકાશ પર્વના અવસર પર જાહેરાત કરી કે તે જાહિબજાદોના સાહસ અને ન્યાયની સ્થાપનાના તેમના પ્રયાસોને યોગ્ય શ્રદ્ધાંજલિ છે. ગુરૂ ગોબિંદ સિંહના ચારેય પુત્રોની મુગલોએ હત્યા કરી દીધી હતી. 

Punjab elections: પહેલા કૃષિ કાયદા પરત, હવે પંજાબ ચૂંટણી સમયે પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ પંજાબમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. શીખોના 10માં ગુરૂ ગોબિંદ સિંહ જીની જયંતિના પ્રકાશ પર્વ નિમિતે 26 ડિસેમ્બરની તારીખને વીર બાલ દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે, ગુરૂ ગોબિંદ સિંહના ચાર સાહિબજાદોને સાચી શ્રદ્ધાંતલિ હશે. પીએમ મોદીના આ નિર્ણયને બીજો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. 

પ્રધાનમંત્રીએ પ્રકાશ પર્વના અસવર પર જાહેરાત કરી છે કે આ સાહિબજાદોના સાહસ અને ન્યાયની સ્થાપનાના તેમના પ્રયાસને યોગ્ય શ્રદ્ધાંજલિ છે. ગુરૂ ગોબિંદ સિંહના ચારેય પુત્રોની મુગલોએ હત્યા કરી દીધી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, 'વિર બાલ દિવસ તે દિવસે ઉજવવામાં આવશે, જ્યારે સાહિબજાદા જોરાવર સિંહ જી અને સાહિબજાદા ફતેહ સિંહ જીને દિવાલમાં લટકાવી દીધા બાદ શહીદી પ્રાપ્ત કરી હતી. આ બંને મહાન હસ્તિઓએ ધર્મના મહાન સિદ્ધાંતોથી વિચલિત થવાની જગ્યાએ મોતને પસંદ કર્યુ હતું.'

પીએમે કહ્યુ- માતા ગુજરી, શ્રી ગુરૂ ગોબિંદ સિંહ જી અને ચાર સાહિબજાદોની બહાદુરી અને આદર્શોએ લાખો લોકોને તાકાત આપી. તેમણે ક્યારેય અન્યાયની આગળ માથુ ઝુકાવ્યું નહીં. તેમણે સમાવેશી અને સૌહાર્દપૂર્ણ વિશ્વની કલ્પના કરી. આ સમયની માંગ છે કે અન્ય લોકોને તેમના વિશે જાણકારી મળે. 

— Narendra Modi (@narendramodi) January 9, 2022

કિસાન આંદોલનને કારણે બેકફુટ પર છે ભાજપ
હકીકતમાં ત્રણ કૃષિ કાયદાને કારણે ભાજપે રાજ્યમાં ખુબ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એક વર્ષ સુધી કિસાનોએ દિલ્હીની સરહદો પર આંદોલન કર્યુ. આ દરમિયાન ઘણા કિસાનોના મોત થયા પરંતુ પીએમ મોદીએ તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપતા સંગઠનોનો ગુસ્સો વધી ગયો. તો પાછલા વર્ષે નવેમ્બરમાં જ્યારે ત્રણેય કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા, તો તેને ચૂંટણી પહેલાં ભાજપના પક્ષમાં મોટો માસ્ટરસ્ટ્રોક ગણાવવામાં આવ્યો હતો. 

પરંતુ પંજાબના કેટલાક ભાગમાં હજુ પણ કિસાન સંગઠન એમએસપી કાયદો અને મૃતક કિસાનોના પરિવાર માટે વળતરની માંગ કરી રહ્યા છે. પાછલા દિવસમાં પ્રધાનમંત્રીના પંજાબ પ્રવાસ સમયે પણ વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન થયું હતું. 

ભાજપ-અમરિંદરના ગઠબંધનને થઈ શકે છે ફાયદો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર હવે કિસાનોની નારાજગી દૂર કરવાની સાથે-સાથે શીખ ભાવનાઓને જોડવા માટે ઘણી જાહેરાત કરી રહી છે. સૂત્રો પ્રમાણે અમરિંદરે ભાજપની સાથે ગઠબંધનની શરત રાખી હતી કે કૃષિ કાયદાને પરત લેવામાં આવે. હવે વીર બાલ દિવસની જાહેરાતને પંજાબના શીખ સમાજની સાથે જોડવામાં આવી રહી છે, જે અમરિંદરની પાર્ટીની સાથે ચૂંટણી લડી રહેલા ભાજપના ફેવરમાં જઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news