સબરીમાલા વિવાદ: CPM,RSS અને BJP નેતાઓનાં ઘરે દેશી બોંબ ફેકાયા

કેરળનાં સબરીમાલા મંદિરમાં 2 મહિલાઓનાં પ્રવેશ કર્યા બાદ વિરોધ કરી રહેલા પ્રદર્શનકર્તાઓએ હવે નેતાઓ પર હૂમલાઓ કરવાનું ચાલુ કરી દીધું છે

સબરીમાલા વિવાદ: CPM,RSS અને BJP નેતાઓનાં ઘરે દેશી બોંબ ફેકાયા

કન્નુર : કેરળનાં સબરીમાલા ખાતે ભગવાન અયપ્પાના મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ બાદ ફેલાયેલ તણાવ હિંસક સ્વરૂપ લેતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કન્નુર જિલ્લાનાં થલસરીમાં માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) આરએસએસ અને ભાજપ નેતાઓ પર પણ હૂમલો થયો હોવાનાં સમાચાર છે. શુક્રવારે મોડી રાત્રે ભાજપના સાંસદના ઘરે દેસી બોમ્બ ફેંકવામાં આવ્યો. જ્યારે તેની થોડી કલાકો પહેલા જ લેફ્ટ પાર્ટીનાં ધારાસભ્યનાં ઘરમાં એવી ઘટના થઇ. પોલીસે બંન્ને મુદ્દે ફરિયાદ નોંધી લેવાઇ છે. તે અગાઉ ગુરૂવારે મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનાં વિરોધમાં બોલાવાયેલા બંધ દરમિયાન પણ પ્રદર્શનકર્તાઓને ઘણો હોબાળો કર્યો હતો. આ દરમિયાન 100થી વધારે લોકો ઘાયલ થયા હતા, સાથે જ પોલીસ અને મીડિયા કર્મચારીને પણ ઘા વાગ્યો હતો. આ ઘટનાઓ બાદ પોલીસે આ વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે. 

— ANI (@ANI) January 5, 2019

કેરળનાં ડીજીપી લોકનાથ બેહેરાએ કહ્યું કે, કન્નુર જિલ્લામાં શુક્રવારે રાત્રે થયેલી ઘટના અંગે 33 લોકોની કસ્ટડીમાં લેવાયા છે. પાથનામથિત્તા જિલ્લામાં થયેલી હિસામાં 76  કેસ નોંધાયા છે. 25 લોકોને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે, જ્યારે 204 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હિંસા મુદ્દે 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

મળતી માહિતી અનુસાર સીપીએમ ધારાસભ્ય એએન શમશીર અને પાર્ટીનાં પુર્વ જિલ્લા સચિવ પી.શશી પર શુક્રવારે રાત્રે દેશી બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો. તેનાં થોડા સમય બાદ ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ વી.મુરલીધરનનાં ઘરે અડથી રાત્રે બોમ્બ ઝીંકાયો હોવાનાં સમાચાર છે. ઘટના બાદ થલસરીમાં તણાવ છે. પોલીસે જણાવ્યું કે, શમસીનનાં મડપ્પેડિકા ખાતે ઘરે રાત્રે આશરે 10.15 વાગ્યે બોમ્બ ફેંકવામાં આવ્યો. હુમલાખોર મોટરસાઇકલ પર આવ્યા અને બોમ્બ ઝીંકીને ભાગી ગયા હતા. 

— ANI (@ANI) January 4, 2019

ભાજપ દ્વારા હૂમલાનું કાવત્રું ઘડાયું હોવાનો આરોપ
ધારાસભ્યએ જણાવ્યું કે, તેઓ થલસરીમાં પેદા થયેલ ટેંશન માટે શાંતિસભા કરી રહ્યા હતા હવે તેમનાં પરિવારે તેમને આ અંગે માહિતી આપી. તેમણે આરોપ લગાવ્યો કે આ ભાજપની રહેમ નજર હેઠળ થયું છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે તણાવને હવા આપવા માટે એવું જાણીબુઝીને કરવામાં આવ્યું અને એક કાવત્રું છે જે અંગે ભાજપ નેતૃત્વને માહિતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હૂમલામાં કોઇ ઘાયલ નથી થઇ પરંતુ ઘરની વોટર ટેંક ધ્વસ્ત થઇ ગઇ. 

RSS નેતા પર પણ હૂમલો
થલસરીમાં જ શશીનાં ઘરે મોડી રાત્રે 11 વાગ્યે હૂમલો થયો જેમાં ઘરની બારીના કાંચ તુટી ગયા. બીજી તરફ ઇરિટ્ટીમાં સીકે વિશક નામનાં એક સીપીએમ કાર્યકર્તાને પણ ચાકુ મારીને ઘાયલ કરવામાં આવ્યો. તે અગાઉ થલસરીમાં જ સીપીએમ ક્ષેત્રીય સમિતીનાં સભ્ય વઝઇલ શશી પર 5.45 વાગ્યે ચાર મોટય સાઇકલ સવાર લોકોએ હૂમલો કર્યો. દેશી બોંબ ફેંક્યા બાદ તેમણે ઘરે હૂમલો કર્યો. સામાન ફર્નિચરમાં તોડફોડ કરી. તે સમયે ઘરમાં કોઇ નહોતું. તેની થોડી જ મિનિટો બાદ જ સીનિયર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) નેતા કે.ચંદ્રશેખરનાં ઘરે હૂમલો કરવામાં આવ્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news