વોટિંગ પહેલા યેદિયુરપ્પા ભગવાનના શરણે, કહ્યું-'અમે સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ'

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ પ્રદેશની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા આજે કહ્યું કે જનતા સિદ્ધારમૈયાથી ઉબાઈ ગઈ છે.

વોટિંગ પહેલા યેદિયુરપ્પા ભગવાનના શરણે, કહ્યું-'અમે સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ'

બેંગ્લુરુ: ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ પ્રદેશની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા આજે કહ્યું કે જનતા સિદ્ધારમૈયાથી ઉબાઈ ગઈ છે. આ સાથે જ તેમણે જનતાને બહાર નીકળીને મતદાન કરવાની અપીલ કરી. યેદિયુરપ્પાએ કર્ણાટકની જનતાને સારી સરકાર આપવાનું વચન પણ આપ્યું. એટલું જ નહીં તેમણે જીતના દાવા સાથે કહ્યું કે તેઓ 17મેના રોજ સરકાર બનાવવા જઈ રહ્યાં છે. આ પહેલા તેમણે ઘરમાં પૂજા કરી અને ત્યારબાદ શિકારપુર સ્થિત મંદિરમાં પણ ગયાં.

ઉલ્લેખનીય  છે કે કર્ણાટકની 224માંથી 222 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. સવારે લગભગ 7 વાગે જ ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર બીએસ યેદિયુરપ્પા મતદાન કરવા માટે પોલિંગ બૂથ પર પહોંચ્યા હતાં. તેમણે શિમોગામાં મતદાન કર્યું.

— ANI (@ANI) May 12, 2018

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ કહ્યું કે આ એક મુબારક દિવસ છે. દરેક જણે ઘરમાંથી બહાર નિકળીને મતદાન કરવું જોઈએ. અમને 150થી વધુ બેઠકો મળશે અને 17મી મેના રોજ અમે સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે સિદ્ધારમૈયાની સરકારથી જનતા તંગ આવી ચૂકી છે. મેં જનતાને બહાર નીકળીને ભાજપ માટે મતદાન કરવાની અપીલ કરી છે. હું કર્ણાટકના લોકોને ખાતરી આપુ છું કે હું સારી સરકાર આપવા જઈ રહ્યો છું. વોટિંગ કરતા પહેલા બી એસ યેદિયુરપ્પાએ ઘરમાં પૂજા કરી અને ત્યારબાદ શિકારપુર સ્થિત મંદિરમાં ગયાં.

— ANI (@ANI) May 12, 2018

222 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી
બેંગ્લુરુની જયનગર સીટ પર ભાજપના ઉમેદવારના નિધન અને રાજારાજેશ્વરી નગર સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણીના નિયમોના ભંગની ફરિયાદના કારણે 222 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ બંને જગ્યાઓ માટે 28 મેના રોજ મતદાન થશે. જેનું પરિણામ 31 મેના રોજ આવશે. પ્રદેશમાં સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર છે. જયનગર વિધાનસભા વિસ્તારની ચૂંટણીને ભાજપના ઉમેદવાર બી એન વિજયકુમારના ચાર મેના રોજ થયેલા નિધન બાદ રદ કરાઈ હતી.  કર્ણાટક ચૂંટણી LIVE: 222 બેઠકો માટે મતદાન જારી, એપથી બૂથમાં મતદાનની લાઈન અંગે જાણી શકાશે

— ANI (@ANI) May 12, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news