બુલંદ શહેરમાં 2 લોકોનાં મોતની ચિંતા, 21 ગાયો કપાઇ તેની કોઇને ચિંતા નથી: MLA
બુલંદશહેરનાં અનૂપ શહેર વિધાનસભા સીટનાં ધારાસભ્ય સંજય શર્માએ આ વાત કરી છે
Trending Photos
લખનઉ : ભાજપનાં એક ધારાસભ્યએ બુલંદશહેરમાં ટોળા દ્વારા હિંસાના મુદ્દે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં રાજીનામાની માંગ કરનારા પૂર્વ અધિકારીઓની ટીકા કરતા કહ્યું કે, તેમને ત્યાં માત્ર બે લોકોનાં મોતની ચિંતા છે. 21 ગાયોની નહી. બુલંદ શહેરનાં અનુપ શહેર વિધાનસભા સીટના ધારાસભ્ય સંજય શર્માએ કહ્યું કે, મોટા જનાધારથી ચૂંટાયેલા મુખ્યમંત્રીને હટાવવાનો અધિકાર માત્ર જનતાનો છે.
80થી વધારે પૂર્વ અધિકારીઓ દ્વારા બુધવારે એક ખુલ્લો પત્ર લખીને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ત્રણ ડિસેમ્બરે બુલંદશહેરમાંસિયાના વિસ્તારમાં ટોળુ હિંસક થવાની ઘટના અગાઉ પહેલાની રીતે સંભાળી શકવામાં નિષ્ફળ થવાનાં આરોપો લગાવ્યા હતા. આ અધિકારીઓએ યોગી આદિત્યનાથનાં રાજીનામાની માંગ કરી હતી. તે અંગે ધારાસભ્યોએ ગુરૂવારે એક ખુલ્લો પત્ર લખ્યો. હવે તમે બુલંદ શહેરની ઘટના પર ચિંતા હોય. તમારા કલ્પનાશીલ મગજ માત્ર બે લોકો સુમિત અને ડ્યુટી પર પોલીસ અધિકારીઓનાં મોતને જોઇ શકો છો. તમને તે નથી દેખાતું કે 21 ગાયોનાં પણ મોત થયા છે.
(સંજય શર્માની ફાઇલ તસ્વીર)
પૂર્વ અધિકારીઓનો પત્ર
83 પુર્વ અધિકારીઓએ આ પત્રમાં નાગરિકોને ધૃણા અને વિભાજનની રાજનીતિ વિરુદ્ધ અભિયાનમાં એક થવાનું આહ્વાન કર્યું છે. તેમનું કહેવું છે કે આ રાજનીતિનું લક્ષ્યાંક આપણા ગણતંત્રનાં ઢાંચાને સમજવાનાં મૌલિક સિદ્ધાંતોને નષ્ટ કરવાનું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ સંવૈધાનિક મુલ્યોનાં તીવ્ર ક્ષરણનું એવું પ્રમાણ છે જે એક જુથ આપણને છ્લાલા 18 મહિનામાં 9 વખત બોલવાનું જરૂરી સમજ્યું.
આ પત્ર પર જે લોકોએ હસ્તાક્ષર કર્યા છે તેમાં પૂર્વ વિદેશ સચિવ શ્યામ શરણ, સુજાત સિંહ, કાર્યકર્તા અરૂણ રાય, હર્ષ મંદર, દિલ્હીનાં પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ, પ્રસાર ભારતીનાંપ ૂર્વ મુખ્યકાર્યાકારી અધિકારી જવાહર સરકાર અને યોજના પંચના પૂર્વ સચિવ એન.સી સક્સેનાનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે