સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ લિન્ક કરાવવા મામલે આપ્યા GOOD NEWS

સુપ્રીમ કોર્ટની સમિતીએ મોબાઇલને આધાર સાથે લિન્ક કરવા મામલે આપ્યો વચગાળાનો આદેશ

સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ લિન્ક કરાવવા મામલે આપ્યા GOOD NEWS

નવી દિલ્હી : સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓને આધાર સાથે જોડવાની અનિવાર્યતા મામલે સુપ્રીમ કોર્ટ સહમતિ આપી છે. આ સિવાય સરકારી યોજનાઓ તેમજ કલ્યાણકારી યોજનાઓને આધાર સાથે અનિવાર્યપણે જોડવાના કેન્દ્રના નિર્ણય પર વચગાળાનો પ્રતિબંધ મૂકવાની અરજી મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. પાંચ જજોની બનેલી ખંડપીઠે બેંકના ખાતાઓ તેમજ મોબાઇલ નંબૂરને આધાર સાથે લિન્ક કરવાની ડેડલાઇન 31 માર્ચ સુધી લંબાવી દીધી છે. જોકે હવે નવું બેંક એકાઉન્ટ ખોલવા માટે આધારનંબર આપવો પડશે.

સુપ્રીમ કોર્ટે આ સિવાય વચગાળાનો આદેશ આપ્યો છે કે આધારની વૈદ્યતા પર 17 જાન્યુઆરીએ સુનાવણી થશે. સરકારે થોડા સમય પહેલાં PANને આધાર સાથે જોડવાની અનિવાર્યતાની સમયસીમા લંબાવીને 31 માર્ચ,  2018 સુધી કરી દીધી છે પણ એની સાથે કેટલીક શરતો પણ મૂકી છે.

આ પહેલાં આધારની અનિવાર્યતા પર ગુરુવારે ચીફ જસ્ટિસ દીપક મિશ્રના વડપણ હેઠળની પાંચ સભ્યોની ખંડપીઠે કહ્યું છે કે આધાર યોજનાને પડકાર આપતી અરજીઓ પર અંતિમ સુનાવણી 17 જાન્યુઆરીએ કરવામાં આવશે. આ ખંડપીઠના સભ્યોમાં ન્યાયમૂર્તિ એ.કે. સિકરી, ન્યાયમૂર્તિ  એ.એમ. ખાનવિલકર, ન્યાયમૂર્તિ ધનંજય વાય ચંદ્રચૂડ તેમજ ન્યાયમૂર્તિ અશોક ભુષણ શામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news