CBSE 10th result 2018: આજે સાંજે જાહેર થશે પરિણામ, અહીં જુઓ પરિણામ
Trending Photos
નવી દિલ્હી: કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ના ધોરણ 10માની પરીક્ષાના પરિણામ (CBSE 10th result 2018) આજે જાહેર કરવામાં આવશે. માનવ સંસાધન વિકાસ (એચઆરડી) મંત્રાલયમાં સ્કૂલી શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપે સોમવારે આ ટ્વિટ દ્વારા જાહેરાત કરી હતી. સીબીએસઇ 10માના પરિણામ 29મી મેના રોજ મંગળવારે સાંજે 4 વાગે જાહેર કરવામાં આવશે. આ પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને cbse.nic.in જાહેર કરવામાં આવશે. આ વર્ષે સીબીએસઇ 10માની પરીક્ષામાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
તમને જણાવી દઇએ કે એક્ઝામિનેશન ઓફિસના કંટ્રોલરે આ વાતની પુષ્ટિ કરી હતી કે 10મા ધોરણના પરિણામ મે મહિનાના અંતમાં જાહેર થઇ શકે છે. સમાચારો આવી રહ્યા હતા કે પરિણામ 30 અને 31 મેના રોજ આવી શકે છે, પરંતુ પરિણામ પહેલા જાહેર થશે.
સીબીએસઇએ પહેલાં જ કહી દીધું હતું કે પરિણામની તારીખની જાહેરાત રિઝલ્ટ જાહેર થવાના એક દિવસ પહેલાં કરવામાં આવશે. 12માના બોર્ડના પરિણામની તારીખની જાહેરાત પણ સીબીએસઇએ એક દિવસ પહેલાં એટલે કે 25 મેના રોજ કરી હતી. 12મા ધોરણના પરિણામ 26 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ વર્ષે 10મા ધોરણનું ગણિતનું અને 12મા ધોરણનું ઇકોનોમિક્સનું પેપર લીક થઇ ગયું હતું. ત્યારબાદ ફક્ત ઇકોનોમિક્સની પરીક્ષાનું આયોજન ફરીથી કરાવવામાં આવ્યું હતું જેમાં 6 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગત વર્ષે પરિણામ 3 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઓવરઓલ 90.95% વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જે વર્ષ 2016ના મુકાબલે 5 ટકા ઓછા હતા. વર્ષ 2016માં ઓવરઓલ 96.91 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જો આ તરફ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પેપર લીક થવાના લીધે પરિણામમાં મોડું થઇ શકે છે. પરંતુ સીબીએસઇએ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે પરિણામ યોગ્ય સમયે જાહેર કરી દેવામાં આવશે.
વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને cbse.nic.in પર જોઇ શકશે આ ઉપરાંત SMS દ્વારા પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓ (MTNL), 57766 (BSNL), 5800002 (Aircel), 55456068 (Idea), 54321, 51234 and 5333300 (Tata Teleservices), 54321202 (Airtel), and 9212357123 (NIC) પર મેસેજ કરીને પણ જોઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે