જમ્મુ - કાશ્મીર: ઉરી સેક્ટરમાં પાકિસ્તાનનો ગોળીબાર, 3 નાગરિક ઘાયલ

પુંછ જિલ્લામાં પાકિસ્તાની લશ્કર દ્વારા કરાયેલા હૂમલાનો નિષ્ફળ બનાવી દેવાયો હતો

જમ્મુ - કાશ્મીર: ઉરી સેક્ટરમાં પાકિસ્તાનનો ગોળીબાર, 3 નાગરિક ઘાયલ

નવી દિલ્હી : સોમવારે સાંજે પાકિસ્તાને એક વાર ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કરતા બારામૂલાનાં ઉરી સેક્ટરમાં મોર્ટાર વડે હૂમલો અને ગોળીબાર ચાલુ કરી દીધી હતી. ભારતીય સેનાં પણ પાકિસ્તાનનાં ગોળીબારનો મુંહતોડ જવાબ આપી રહ્યો છે. આ ગોળીબારમાં ત્રણ લોકો ઘાયલ થઇ ચુક્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી એકની હાલત નાજુક હોવાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.

સેનાનાં અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર અધિકારી આ ઘટના પર નજર રાખી રહ્યા છે અને સેનાને મુક્ત રીતે કાર્યવાહી કરવા માટેનાં આદેશો પણ આપ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાન આ પ્રકારનો ગોળીબાર કરીને આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસાડવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ પુંછ  જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ દ્વારા ભારતીય જવાનો પર હૂમલાનાં કાવત્રાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

બેટ દ્વારા કરાયેલા હૂમલાનાં જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં એક ઘૂસણખોર ઠાર મરાયો હતો જ્યારે બે જવાન ઘાયલ થઇ ગયા હતા. સંરક્ષણ મંત્રાલયનાં સુત્રોએ કહ્યું કે, પાકિસ્તાની સેનાનાં સહયોગથી ગુલપુર ક્ષેત્રમાં બેટ દ્વારા હૂમલો કરાયો હતો. બેટ ટીમ નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની ચોકી નજીક દેખાઇ હતી. ઘૂસણખોરનું બોડી પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news