CBSE 12th Result 2021: ધોરણ 12નું પરિણામ જાહેર, 99.37% વિદ્યાર્થીઓ થયા પાસ, આ રીતે કરો ચેક

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 (CBSE Class 12th Result) નું રિઝલ્ટ આજે બપોરે 2 વાગે જાહેર કરવામાં આવ્યું.

CBSE 12th Result 2021: ધોરણ 12નું પરિણામ જાહેર, 99.37% વિદ્યાર્થીઓ થયા પાસ, આ રીતે કરો ચેક

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 (CBSE Class 12th Result) નું રિઝલ્ટ આજે બપોરે 2 વાગે જાહેર કરવામાં આવ્યું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત વેબસાઈટ એક્ટિવ કરી દેવાઈ છે. આ વર્ષે 12માં ધોરણમાં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આવ ખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા રહી. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સીબીએસઈ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in કે  cbse.gov.in પર ચેક કરી શકશે. 

99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓ બાજી મારી
સીબીએસઈમાં આ વર્ષે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. આ વખતે 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આવ ખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા રહી. એટલે કે છોકરીઓની પાસ થવાની ટકાવારી 0.54 ટકા વધુ છે. 

65184 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું નથી
65184 થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું નથી. અત્રે જણાવવાનું કે અનેક શાળાઓ કાં તો ખોટો ડેટા આપે છે અથવા તો સમયપર ડેટા જમા કરાવતા નથી. આ કારણસર અનેક વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું નથી. આ વિદ્યાર્થીઓનું પરિણામ 5 ઓગસ્ટના રોજ જાહેર કરાશે. જ્યારે 0.47 ટકા વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે. 6149 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે. જેનું આયોજન સપ્ટેમ્બરમાં થશે.

— ANI (@ANI) July 30, 2021

વૈકલ્પિક રીતે તૈયાર કરાયું છે પરિણામ
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું આયોજન કરાયું નહતું. આથી સીબીએસઈ બોર્ડે પરિણામને અંતિમ સ્વરૂપ આપવા માટે એક વૈકલ્પિક મૂલ્યાંકન યોજના અપનાવી હતી.  

આ ફોર્મ્યૂલા પર તૈયાર કરાયું છે પરિણામ
CBSE ધોરણ 12નું પરિણામ  30:30:40 ના ફોર્મ્યૂલના આધારે તૈયાર કરાયું છે. જેમાં ધોરણ 10ના અને ધોરણ 11ના માર્ક્સને 30-30 ટકા વેટેજ અને ધોરણ 12ના ઈન્ટરનલ પરીક્ષાને 40 ટકા વેટેજ અપાયું છે. વિદ્યાર્થીઓના ધોરણ 10ના 5માંથી 3 બેસ્ટ પેપર્સના માર્ક્સ લેવાયા છે. એ જ રીતે ધોરણ 11ના પણ બેસ્ટ 3 પેપર્સના માર્ક્સ લેવાયા છે. જ્યારે ધોરણ 12માં વિદ્યાર્થીઓના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામના માર્ક્સ લેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ન હોય તેઓને પરીક્ષા આપવાની તક અપાશે. જો કે આ માટે કોરોના વાયરસની સ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોવી પડશે. 

CBSE Results 2021

IVRS અને SMS થી આ રીતે જાણો રિઝલ્ટ
વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ IVRS અને SMS દ્વારા પણ જાણી શકશે. સીબીએસઈ બોર્ડ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરો પર પરિણામ મોકલશે. આ માટે વિદ્યાર્થીઓએ CBSE12 <ROLLNUMBER> <ADMITCARDID> લખીને  7738299899 નંબર પર સેન્ડ કરવાનું કહેશે. આ રીતે તમને રિઝલ્ટ જાણવા મળશે. 

સીબીએસઈની વેબસાઈટ પર આ રીતે ચેક કરો પરિણામ
1. સીબીએસઈની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in કે  cbse.gov.in પર જાઓ.
2. અહીં હોમપેજ પર તમારે રિઝલ્ટ ટેબ પર ક્લિક કરવું પડશે. 
3. સીબીએસઈ ધોરણ 12નું પરિણામ ચેક કરવા માટે રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર અને અન્ય લોગ ઈન ક્રેડેન્શિયલ નાખો.
4. સીબીએસઈ ધોરણ 12નું પરિણામ સ્ક્રિન પર ખુલશે, વિવરણ ચેક કરો. 
5. સીબીએસઈ ધોરણ 12નું પરિણામ 2021 માર્કશીટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો. 

IVRS અને SMS થી આ રીતે જાણો રિઝલ્ટ
વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ IVRS અને SMS દ્વારા પણ જાણી શકશે. સીબીએસઈ બોર્ડ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરો પર પરિણામ મોકલશે. આ માટે વિદ્યાર્થીઓએ CBSE12 <ROLLNUMBER> <ADMITCARDID> લખીને  7738299899 નંબર પર સેન્ડ કરવાનું કહેશે. આ રીતે તમને રિઝલ્ટ જાણવા મળશે. 

ઉમંગ એપમાં આ રીતે ચેક કરો પરિણામ (CBSE 12th result in UMANG App)
આ સાથે જ વિદ્યાર્થીઓ 10માં અને ધોરણ 12ના રિઝલ્ટને ડિજિલોકર, ઉમંગ એપ અને અન્ય પ્લેટફોર્મ પરથી પણ મેળવી શકશે. તમ તમારા સ્માર્ટફોનમાં પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ઉમંગ એપ ડાઉનલોડ કરો અને એપમાં રજિસ્ટર કરો.  CBSE Results સંબંધિત ટેબ પર ક્લિક કર્યા બદા તમારી જાણકારી ભરીને સબમિટ કરો. રિઝલ્ટ સ્ક્રિન પર આવી જશે. તેને અહીંથી પણ ડાઉનલોડ કરી શકો છો. 

DigiLocker થી આ રીતે મેળવો રિઝલ્ટ (CBSE 12th result Digilocker)
વિદ્યાર્થીઓ સીબીએસઈની સાથે રજિસ્ટર્ડ પોતાના મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને ડિજિલોકર digilocker.gov.in  પર લોગ ઈન કરી શકે છે. જો પહેલેથી જ રજિસ્ટર કર્યું હશે તો લોગ ઈન કરો નહીં તો પહેલા રજિસ્ટર્ડ કરો અને ત્યારબાદ લોગઈન કરો. લોગ ઈન કર્યા બાદ તમારા રિઝલ્ટ માર્કશીટ જેવી લિંક્સ જોઈ શકશો. CBSE class 12 Result 2021 પર ક્લિક કરો અને રિઝલ્ટ તમારી સામે હશે. એપથી તમારી માર્કશીટ અને સર્ટિફિકેટ ડાઉનલોડ પણ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news