જમ્મૂ-કાશ્મીરઃ રમજાન મહિનામાં નહીં ચાલે 'ઓપરેશન ઓલઆઉટ', ગૃહ મંત્રાલયે આપી સૂચના
છેલ્લા એક મહિનામાં સેનાએ ઘણા મોટા આતંકવાદીઓને ઠાર કર્યા છે. ભારતીય સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓને કમર તોડી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષાદળોને સૂચના આપી કે રમજાનના મહિનામાં જમ્મૂ કાશ્મીરમાં ઓપરેસન નહીં થાય. ગૃહ મંત્રાલયે જમ્મૂ કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીને આ વિશે જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે જો આ દરમિયાન કોઈ આતંકીઓએ હુમલો કર્યો તો તેનો વળતો જવાબ આપવામાં આવશે. મહત્વનું છે કે કાશ્મીરના શોપિંયા, અનંતનાગ, દક્ષિણ કાશ્મીરમાં છેલ્લા મહિનામાં 13 આતંકીઓને ઠાર કરાયા છે. આ દરમિયાન A+ કેટેગરીના આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે. જમ્મૂ કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ રમજાન દરમિયાન ઓપરેશન ન ચલાવવા માટે કેન્દ્રને વિનંતી કરી હતી.
ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, કેન્દ્રએ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોને રમજાન મહિનામાં ઓપરેશન ન ચલાવવાની સૂચના આપી છે. પરંતુ હુમલો થવાની સ્થિતિમાં સામાન્ય લોકોની સુરક્ષા માટે સેનાને કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે.
Centre asks security forces not to launch operations in J&K during the month of Ramzan. Security forces to reserve the right to retaliate if attacked or if essential to protect the lives of innocent people: Ministry of Home Affairs pic.twitter.com/DgnQO9kQTm
— ANI (@ANI) May 16, 2018
છેલ્લા એક મહિનામાં સેનાએ ઘણા આતંકીઓને મોતની ઘાટ ઉતાર્યા છે. ભારતીય જવાનોએ દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓની કમર તોડી દીધી છે. તેવામાં રમજાન લેવાયેલો કેન્દ્રનો આ નિર્ણય ક્યાંકને ક્યાંક આતંકીઓની વિરુદ્ધ સેના અને સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં વિક્ષેપનું કામ કરશે. જાણકાર આ નિર્ણયને સેનાનું મનોબળ તોડવાનો ગણાવે છે.
તમને જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને જમ્મૂ-કાશ્મીર ભાજપના પ્રભારી રામ માધવે રમજાન મહિનામાં યુદ્ધવિરામના મુદ્દા પર પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે, રમજાન મહિનામાં ખુદ આતંકીઓ આતંક કેમ બંધ કરી દેતા નથી. રામ માધવે આ દરમિયાન સ્પષ્ટ કર્યું, આતંકીઓ પર કોઈ દયા રાખવામાં આવશે નહીં. જ્યાં સુધી આતંકીઓ આતંક ફેલાવશે. સુરક્ષા જવાનો પોતાનું કર્તવ્ય નિભાવતા રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે