મંદિરના ટ્રસ્ટીઓએ નજર અંદાજ કરતા પુજારીએ પ્રસાદમાં ઝેર નાખ્યું, 15ના મોત

દક્ષિણ જોનનાં આઇજીપી કે.વી શરતચંદ્રએ જણાવ્યું કે, 52 વર્ષીય મહંત તથા તેનાં સાથીઓએ મેનેજમેન્ટને બદનામ કરવા માટે ષડયંત્ર રચ્યું હતું

મંદિરના ટ્રસ્ટીઓએ નજર અંદાજ કરતા પુજારીએ પ્રસાદમાં ઝેર નાખ્યું, 15ના મોત

બેંગ્લુરૂ : પોલીસે કર્ણાટકનાં ચામરાજનગર જિલ્લામાં એક મંદિરનાં પ્રસાદમાં ઝેર ભેળવવાની ઘટના અંગે બુધવારે એક સ્થાનિક મહંત તથા ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે. તેમણે મેનેજમેન્ટની છબીને નુકસાન પહોંચાડવા અને મંદિરનું નિયંત્રણ પ્રાપ્ત કરવાનાં પ્રયાસમાં શ્રદ્ધાળુઓની હત્યાનું કાવત્રુ રચવાનાં આરોપમાં ધરપકડ કરી લીધી છે. 

દક્ષિણ જોનનાં આઇજીપી કેવી શરતચંદ્રએ જણાવ્યું કે, 52 વર્ષીય મહંત તથા તેમનાં સાથીઓ એક મહિલા, તેનાં પતિ અને તેનાં મિત્રોને આઇપીસીની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, મહાદેસ્વર હિલ સાલુરૂ મઠ મહંત પી. આઇ મહાદેશ્વર સ્વામી ઉર્ફે દેવન્ના બુદ્ધીએ ન માત્ર મંદિરનું નિયંત્રણ પ્રાપ્ત કરવા પરંતુ ન્યાસનાં હાલનાં સભ્યોની છબી ખરાબ કરવાનું પણ કાવત્રું રચ્યું હતું.

આઇજીએ જણાવ્યું કે, મહંત 2017 સુધી મંદિર ન્યાસનાં નિયંત્રણમાં હતા. જો કે ત્યાર બાદ તેમને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા જેના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા. તેમણે જણાવ્યું કે, મહંતની તરફથી 35 વર્ષીય મહિલાએ કથિત રીતે કીટનાશકનો બંદોબસ્ત કર્યો અને તેનાં પતિ તથા મિત્રએ પ્રસાદ બનાવતા સમયે તેમાં જેર ભેળવી દીધું હતું. 

ઉલ્લેખનીય છે કે, 14 ડિસેમ્બરે સુલાવાડીમાં ઝેરી પ્રસાદ ખાધા ભાદ 15 લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 100થી વધારે લોકો હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. આઇજીએ જણાવ્યું કે, તપાસ હજી પણ ચાલી રહી છે તથા તેમણે કેટલાક અન્ય લોકોની ધરપકડની સંભાવનાનો ઇન્કાર નથી કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news