છત્તીસગઢ ચૂંટણી: જીત માટે પાર્ટીઓ લગાવશે એડીચોટીનું જોર, PM મોદી અને રાહુલ શરૂ કરશે પ્રચાર 

શુક્રવારે પરધાનમંત્રી નરેન્દ્ર મોદી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરશે, જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંઘી બે દિવસમાં પાંચ સભઆઓ કરી પાર્ટીના ઉમેદવારો માટે પ્રજા સમક્ષ વોટ માંગશે. 

છત્તીસગઢ ચૂંટણી: જીત માટે પાર્ટીઓ લગાવશે એડીચોટીનું જોર, PM મોદી અને રાહુલ શરૂ કરશે પ્રચાર 

રાયપુર: છત્તીસગઢમાં થઇ રહેલી વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણ માટે રાજ્યના તમામ રાજનૈતિક દળ એડી ચોડીનું જોર લગાવી રહ્યા છે. શુક્રવારે જ્યાં પ્રધાનમંત્રી મોદી પ્રચાર કરશે તે વિસ્તાર નક્સલવાદથી સંપૂર્ણ પ્રાભાવિત વિસ્તારમાં છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના અઘ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસોમાં પાંચ સભાઓ કરી પાર્ટીના ઉમેદવારો માટે વોટ માંગશે. 

રાજ્યમાં બીજેપીના વરિષ્ઠ નેતાઓને ગુરુવારે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદી 9 નવેમ્બરે છત્તીસગઢાના પ્રવાસે આવશે. પહેલા ચરણના ચૂંટણી પ્રચાર માટે પહેલી વાર છત્તીસ ગઢ આવી રહેલા મોદી 11..20 વાગ્યે રાયપુર એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ તેઓ હેલીકોપ્ટરની મદદથી જગદલપુર જવા રવાના થશે. 

પીએમની સભાઓમાં મુખ્યમંત્રી રમનસિંહ પણ રહેશે હાજર 
બીજેપીના નેતાઓએ જણાવ્યું કે જગદલપુરની સામાન્ય સભા બાદ મોદી 2 વાગ્યે પાંટ મિનીટે ત્યાથી પ્રસ્થાન કરશે. પ્રધાનમંત્રી 3.25 વાગ્યે રાયપુર પહોચશે અને 3.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. પ્રધાનમંત્રીની સભાઓમાં મુખ્યમંત્રી રમનસિંહ પણ હાજર રહેશે.

શુક્રવાર અને શનિવાર છત્તીસગઢના પ્રવાસ પર રાહુલ 
મહત્વનું છે, કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શુક્રવારે અને શનિવારે છત્તીસગઢનો પ્રાવસ પર છે. આ સમય દરમિયાન રાહુલ તેની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. રાજ્યમાં કોંગ્રેસના વિરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે રાહુલ ગાંધી શુક્રાવારે સવારે 11 વાગ્યે વિમાન દ્વારા રાયપુર પહોંચશે. ત્યાર બાદ કાંકેર જિલ્લાના પંખાજુર માટે રવાના થશે. 

રાહુલ ગાંધી પખાંજુરમાં બપોરે 12.00 વાગ્યાથી બપોરના 1.00 વાગ્ય સુધી સમાન્ય લોકોને સંબોધિત કરશે. બાદમાં તે રાજનાંદગાંવ જિલ્લાના ખૈરાગઢ જવા માટે રવાના થશે અને બપોરે 2.00થી 3.00 સુધી અહિંયા ચૂંટણી લક્ષી સભાને સંબોધિક કરીને પાર્ટીનો તથા ઉમેદવારોનો પ્રચાર કરશે. 

આ વખતે ત્રિકોણીય જંગ થવાની સંભાવના 
રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 15 વર્ષોખી સત્તામાં છે. અને આ વખતે 65 સીટોમાં જીત મેળવી ચોથી વાર સત્તામાં આવવ માટે પ્રયાસ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ આ વખતે ભાજપને હરાવીને સત્તા પર આવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બીજેપી અને કોંગ્રેસ બંન્ને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news