INX મીડિયા મુદ્દે સીબીઆઇએ ચિદમ્બરમની 4 કલાક મેરેથોન પુછપરછ કરી

જો કે પુછપરછમાંથી બહાર આવેલા પુર્વનાણા પ્રધાને આ એક સામાન્ય પુછપરછ હોવાનું જણાવ્યું હતું

INX મીડિયા મુદ્દે સીબીઆઇએ ચિદમ્બરમની 4 કલાક મેરેથોન પુછપરછ કરી

નવી દિલ્હી : સીબીઆઇએ આઇએનએક્સ મીડિયામાં વિદેશી રોકાણને મંજુરી આપવામાં થયેલા ગોટાળા અંગે બુધવારે પુર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની આશરે 4 કલાક પુછપરછ કરી. કથિત ગોટાળા ચિદમ્બરમના કાર્યકાળમાં થઇ હતી. સુત્રોએ જણાવ્યું કે, સીબીઆઇએ પુર્વ મીડિયા વ્યાપારી પીટર મુખર્જી અને તેની પત્ની ઇંદ્રાણી મુખર્જીની કંપની આઇએનએક્સ મીડિયામાં વિદેશી રોકાણને મંજુરી આપવાની પ્રક્રિયામાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઇ હાલ આ બંન્નેની પુત્રી શીના બોરાની હત્યાનાં મુદ્દે પણ તપાસ કરી રહ્યા છે. 

રાષ્ટ્રીય રાજધાનીમાં આવેલ સીબીઆઇ મુખ્યમથકની બહાર આવ્યા બાદ ચિદમ્બરમે કહ્યું કે, તેઓ સીબીઆઇ સામે રજુ થયા અને પ્રાથમિક ફરિયાદમાં તેમની વિરુદ્ધ કોઇ જ આરોપ નથી. કોંગ્રેસ નેતાએ ટ્વીટર પર લખ્યું કે, સવાલ જવાબ FIPB(વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ)ની કેટલીક ફાઇલો પર આધારિત હતા. એટલા રેકોર્ડમાં લખવા જેવું કંઇ જ નહોતું. ચિદમ્બરમ વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (FIPB)ની 305 કરોડ રૂપિયાની મંજૂરી અંગે કથિત ભુમિકા માટે તપાસ એજન્સીઓની તપાસનાં વર્તુળમાં આવી ચુક્યા છે. 

સીબીઆઇએ વર્ષ 2007માં 305 કરોડ રૂપિયાની વિદેશી રકમ પ્રાપ્ત કરવા માટે આઇએનએક્સ મીડિયાને એફઆઇપીબી પાસેથી મળેલી મંજૂરીમાં કથિત ગોટાળા માટે ગત્ત વર્ષે 15 મેનાં રોજ ફરિયાદ દાખલ કરી હતી. યુપીએ-1 સરકાર દરમિયાન જ્યારે મંજુરી આપવામાં આવી, તે સમયે નાણામંત્રી ચિદમ્બરમ હતા. આ મુદ્દે અન્ય આરોપી ઇન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી છે. બંન્ને પોતાી 24 વર્ષીય પત્રી શીના બોરાની હત્યા મુદ્દે જેલ ભોગવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news