વિદેશી ચલણની તસ્કરી કરવાનો નવો કિમિયો, લહેંગાના બટનમાં છુપાવ્યા લાખો રૂપિયા, જુઓ Video
ધરપકડ કરાયેલ પેસેન્જર ફોરેન કરન્સીની તસ્કરી કરી રહ્યો હતો અને તેણે લહેંગાના બટનમાં આ રૂપિયા છુપાવ્યા હતા. સીઆઈએસએફે આ વ્યક્તિની ધરપકડ કર્યા બાદ કસ્ટમ વિભાગને સોંપી દીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ આમ તો તસ્કરી માટે પેસેન્જર્સ અલગ-અલગ રીત અપનાવે છે. પરંતુ નવી દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર એક પેસેન્જરનો કિમિયો જોઈને સુરક્ષાકર્મી પણ ચોંકી ગયા. આ પેસેન્જર ફોરેન કરન્સીની તસકરી કરી રહ્યો હતો અને તેણે લહેંગાના બટનમાં આ કરન્સીને છુપાવી રાખી હતી. સીઆઈએસએફે આ વ્યક્તિની ધરપકડ કરીને કસ્ટમ વિભાગને સોંપી દીધો છે. કેસમાં આગળની તપા કરવામાં આવી રહી છે.
સીઆઈએસએફે ટ્વીટ કર્યો વીડિયો
સીઆઈએસએફે ટ્વીટ કરી ઘટનાની જાણકારી આપી છે. તે પ્રમામે લહેંગાના બટનમાંથી જે કરન્સી મળી છે, ભારતીય મુદ્રામાં તેની કિંમત આશરે 41 લાખ છે. જાણવા મળ્યું કે પેસેન્જરે આ લહેંગો પોતાની બેગમાં રાખ્યો હતો. સીઆઈએસએફના ટ્વિટર હેન્ડલ પર તેનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક કર્મચારી લહેંગાના બટન તોડીને તેમાં રાખવામાં આવેલા રૂપિયા કાઢી રહ્યાં છે. વીડિયો જોવાથી ખ્યાલ આવે છે કે તેને ફોલ્ડ કરી બટનની અંદર રાખવામાં આવ્યા છે. ત્યારબાદ તેના પર સિલાઈ કરી દેવામાં આવી છે.
Vigilant #CISF personnel apprehended a passenger carrying foreign currency (worth approx. Rs 41lakh) concealed in “Lehenga Buttons” kept inside his bag @ IGI Airport, New Delhi. The Passenger was handed over to customs.#PROTECTIONandSECURITY #Alertness@HMOIndia@MoCA_GoI pic.twitter.com/QHul4Q1IXr
— CISF (@CISFHQrs) August 30, 2022
સ્કેનરમાં ગઈ શંકા
જાણકારી પ્રમાણે આ વ્યક્તિને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે આશરે 4 કલાકે ટર્મિનલ થ્રી પર રોકવામાં આવ્યો હતો. આ યાત્રી સ્પાઇસજેટની ફ્લાઇટમાં દુબઈ જવાનો હતો. અધિકારીઓએ જણાવ્યું કે એક્સરે સ્નેકર દરમિયાન યાત્રીની બેગમાં ઘણા બટન જોઈને શંકા ગઈ હતી. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ આગળ તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. તપાસ બાદ તેની બેગમાંથી 1,85,500 સાઉદી રિયાદ મળ્યા, જેની કિંમત ભારતીય મુદ્રામાં આશરે 41 લાખ રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે