UPSC સિવિલ સેવાઓના કોલલેટર જારી, upsc.gov.in પરથી કરો ડાઉનલોડ

યુનિયન જાહેર સેવા કમિશન (UPSC)એ સિવિલ સેવાઓ પ્રીલિમિનરી પરીક્ષા (Civil Services Preliminary Examination 2018) માટે કોલલેટર જારી કર્યાં છે. 

 

UPSC સિવિલ સેવાઓના કોલલેટર જારી, upsc.gov.in પરથી કરો ડાઉનલોડ

નવી દિલ્હીઃ યુનિયન જાહેર સેવા કમિશન (UPSC)એ સિવિલ સેવાઓ પ્રીલિમિનરી પરીક્ષા (Civil Services Preliminary Examination 2018) માટે કોલલેટર જારી કર્યાં છે. યુપીએસસીએ આ એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જારી કર્યાં છે. તે સિવાય ઈ-એડમિટ કાર્ડ upsconline.gov.in પર પણ ઉપલબ્ધ હશે. યુપીએસસીની આ પરીક્ષા 3 જૂન 2018ના રોજ લેવામાં આવશે. આ પહેલા વર્ષ 2017માં યુપીએસસીએ સિવિલ સેવાઓની પ્રિલિમ પરીક્ષા 18 જૂન 2017માં યોજાઈ હતી. આ પરીક્ષામાં 9,57,590 ઉમેદવારોએ અરજી કરી હતી અને 4,56,625 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 

આમ ડાઉનલોડ કરો UPSC સિવિલ સર્વિસ 2018 પ્રીલિમિનરી એડમિટ કાર્ડ

સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ upsc.gov.in or upsconline.gov.in જાવ
હવે હોમપેજ પર તમને એક નવું સેક્શન દેખાશે, જ્યાં ઈ એડમિટ કાર્ડ લખેલું હશે.
ત્યાં તમારે રજીસ્ટ્રેશન નંબર અને રોલ નંબર નાખવાના રહેશે. 
યુપીએસસી એડમિટ કાર્ડ 2018 ડાઉનલોડ કરવા માટે ઉમેદવાર પીસીનો ઉપયોગ કરે. 
હવે તમારૂ ઈ એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે. ભવિષ્ય માટે તમે તેને રાખી શકો છો. 

આ ચેક કરો પરિણામ
1. સત્તાવાર વેબસાઇટ  upsc.gov.in પર જાઓ
2. એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો
3. તમે તમારી માહિતી જેમ કે રજીસ્ટ્રેશન નંબર કે રોલ નંબર નાખો
4. તમારૂ એડમિટ કાર્ડ ડિસ્પલે થઈ જશે
5. સેવ કરીને ક્લિક કરીને ભવિષ્યના ઈપયોગ માટે ઈ-એડમિટ કાર્ડનું પ્રિન્ટઆઉટ લઈ લો 

યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ પર સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ આપ્યો છે કે ઈ-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે મોબાઇલ કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ ન કરો. ડેસ્કટોપ પર વિન્ડો ઓએસ મુખ્ય રૂપથી ઉપયોહગ કરી શકો છે. તમને જણાવી દઈએ કે સિવિલ સેવાઓની પરીક્ષામું આયોજન દર વર્ષે યુપીએસસી દ્વારા કરવામાં આવે છે. તેનું આયોજન ત્રણ ચરણો પ્રીલિમ, મેઇન અને ઈન્ટરવ્યૂમાં થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news