Solan Cloudburst: હિમાચલ પ્રદેશના સોલનમાં વાદળ ફાટતા 7 લોકોના જીવ ગયા, 3 લોકો ગૂમ

Cloudburst In Solan: હિમાચલ પ્રદેશના સોલનમાં વાદળ ફાટતા 7 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગૂમ થયા હોવાનું કહેવાય છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મદદ માટે તમામ નિર્દેશ આપવાની વાત કરી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે એકવાર ફરીથી તબાહી મચાવી છે.

Solan Cloudburst: હિમાચલ પ્રદેશના સોલનમાં વાદળ ફાટતા 7 લોકોના જીવ ગયા, 3 લોકો ગૂમ

Cloudburst In Solan: હિમાચલ પ્રદેશના સોલનમાં વાદળ ફાટતા 7 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગૂમ થયા હોવાનું કહેવાય છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મદદ માટે તમામ નિર્દેશ આપવાની વાત કરી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે એકવાર ફરીથી તબાહી મચાવી છે. સતત પડી રહેલા વરસાદને લીધે ઠેર ઠેર લેન્ડસ્લાઈડ અને પૂરનો સિલસિલો ચાલુ છે. જેનાથી પ્રદેશમાં કોહરામ મચેલો છે. લોકોના દિલમાં ખૌફ પ્રસર્યો છે. કુદરતે એક મહિનાની અંદર ફરીથી વિનાશલીલા રચી છે જેની આગળ માણસ લાચાર જોવા મળી રહ્યો છે. 

— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023

આ ઘટના પર હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ ટ્વીટ કરીને કહ્યું છે કે સોલન જિલ્લાની ધવલા ઉપ તહસલીના ગામ જાદોનમાં વાદળ ફાટવાની દુખદ ઘટનામાં 7 લોકોના જીવ ગયા જે જાણીને ખુબ દુખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ. આ કપરાં સમયમાં અમે તમારા દુખ અને દર્દમાં સહભાગી છીએ. અમે અધિકારીઓને આ મુશ્કિલ સમય દરમિયાન પ્રભાવિત પરિવારોને દરેક શક્ય મદદ અને સપોર્ટ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news