મહિલા અધિકારીએ કહ્યું- ન ગળું પકડ્યું, ન પાડ્યાં, પ્રિયંકા ગાંધીએ અચાનક રસ્તો બદલ્યો, તેથી રોક્યા

અર્ચના સિંહે કહ્યું, 'કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ તથા પૂર્વી ઉત્તર પ્રદેશની પાર્ટી પ્રભાવી પ્રિયંકા ગાંધી વાડ્રાનું જિલ્લા લખનઉમાં ભ્રમણ કાર્યક્રમ પ્રસ્તાવિત હતો, જેમાં મારી ડ્યૂટી ફ્લીટ પ્રભારીના રૂપમાં લગાવવામાં આવી હતી. 

મહિલા અધિકારીએ કહ્યું- ન ગળું પકડ્યું, ન પાડ્યાં, પ્રિયંકા ગાંધીએ અચાનક રસ્તો બદલ્યો, તેથી રોક્યા

લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને લખનઉમાં રોકવા પર વિવાદ ઉભો થઈ ગયો છે. આ મામલામાં યૂપી પોલીસની મહિલા અધિકારી (સીઓ, હજરતગંજ) અર્ચના સિંહે કહ્યું કે, પ્રિયંકા ગાંધીએ પહેલાથી નક્કી કરેલા રસ્તા પર ન જઈને બીજા રસ્તા પર પહોંચી ગયા હતા. ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેના કાફલાને રોકવો પડ્યો હતો. 

સાથે પોલીસ અધિકારી અર્ચના સિંહે કહ્યું કે, સોશિયલ મીડિયા પર પ્રિયંકા ગાંધીનું ગળું પકડવું અને તેમને પાડવા જેવી ભ્રામક વાતો પ્રસારિત કરવામાં આવી રહી છે, જે સંપૂર્ણ પણે જૂઠ છે. તેમણે કહ્યું કે, મેં ઈમાનદારી પૂર્વક મારી ફરજ બજાવી છે. 

અર્ચના સિંહે કહ્યું, 'કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ તથા પૂર્વી ઉત્તર પ્રદેશની પાર્ટી પ્રભાવી પ્રિયંકા ગાંધી વાડ્રાનું જિલ્લા લખનઉમાં ભ્રમણ કાર્યક્રમ પ્રસ્તાવિત હતો, જેમાં મારી ડ્યૂટી ફ્લીટ પ્રભારીના રૂપમાં લગાવવામાં આવી હતી. પ્રિયંકા વાડ્રા કોંગ્રેસ પ્રદેશ પાર્ટી કાર્યાલય, મોલ એવન્યૂથી 23/2 કૌલ હાઉસ ગૌખલે માર્ગ માટે નિકળ્યા હતા. આ દરમિયાન 1090 ચાર રસ્તાથી નિર્ધારિત માર્ગ પર ફ્લીટની ગાડીઓ જઈ રહી હતી. પ્રિયંકા વાડ્રાની ગાડી નિર્ધારિત માર્ગ પર ન જઈને લોહિયા પથ તરફ જવા લાગી હતી.'

up-police_122819095949.jpg

પ્રિયંકા ગાંધીએ લખનઉ પોલીસ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ, ભાજપે કહ્યું- 'નાટક કરે છે'

મહિલા અધિકારીએ કહ્યું, 'મેં જાણવાં ઈચ્છ્યું કે તે ક્યાં જઈ રહ્યાં છે (મહાનુભાવના કેટેગરી વાઇઝ સુરક્ષાને કારણે પહેલા સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થા કરાવવી જરૂરી હતી, જેના વિશે જાણકારી આપવામાં ન આવી). તેના પર પાર્ટીના કાર્યકરોએ જાણકારી આપવાથી ઇનકાર કરી દીધો હતો.'

— ANI UP (@ANINewsUP) December 28, 2019

અર્ચના સિંહે જણાવ્યું કે, ત્યારબાદ વાડ્રા ગાડીથી ઉતરીને કાર્યકર્તાઓની સાથે ચાલવા લાગી હતી. તેણે કહ્યું, 'સોશિયલ મીડિયા પર કેટલિક ભ્રામક વાતો (જેમ કે ગળું પકડવું, પાડવી વગેરે) પ્રસારિત કરવામાં આવી રહી છે, જે સંપૂર્ણપણે અસત્ય છે. મારા દ્વારા પૂર્ણ કર્તવ્યનિષ્ઠાથી મારી ફરજ બજાવી છે.'

પરંતુ પ્રિયંકા ગાંધીએ યૂપી પોલીસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, મને રોકવામાં આવી, ગળું દબાવીને પોલીસે રોકી, ધક્કો માર્યો. ત્યારબાદ હું પડી ગઈ હતી. મને મહિલા પોલીસ અધિકારીએ રોકી હતી. ત્યારબાદ એક કાર્યકર્તાની સાથે સ્કુટર પર બેસીને ગયા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news