કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, પાર્ટીમાં 'મોટી સર્જરી' કરવાની જરૂર 

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સજ્જડ હાર, રાહુલ ગાંધીની અધ્યક્ષ પદેથી રાજીનામાની રજુઆત અને ત્યારબાદ અનેક રાજ્યોમાં પાર્ટી નેતાઓમાં આંતરીક કંકાસના પગલે દેશની સૌથી જૂના રાજકીય પક્ષની દશા અને દિશાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, પાર્ટીમાં 'મોટી સર્જરી' કરવાની જરૂર 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સજ્જડ હાર, રાહુલ ગાંધીની અધ્યક્ષ પદેથી રાજીનામાની રજુઆત અને ત્યારબાદ અનેક રાજ્યોમાં પાર્ટી નેતાઓમાં આંતરીક કંકાસના પગલે દેશની સૌથી જૂના રાજકીય પક્ષની દશા અને દિશાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ સંદર્ભમાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલીને પૂછવામાં આવેલા પાંચ સવાલના જવાબ રજુ કર્યા છે. 

સવાલ: કેટલાક રાજકીય નિષ્ણાંતો ભવિષ્યમાં કોંગ્રેસના અસ્તિત્વને લઈને સવાલ ઊભા કરી રહ્યાં છે. તેના પર તમે શું કહેશો?
જવાબ: કોંગ્રેસનો 135 વર્ષનો ઈતિહાસ છે. અનેકવાર લોકોએ તેનું અસ્તિત્વ ખતમ થઈ ગયેલું જણાવ્યું પરંતુ દર વખતે તેઓ ખોટા સાબિત થયા. અંગ્રેજોએ પણ આ પાર્ટીને ખતમ ગણાવી પરંતુ તેમણે અહીંથી ભાગવું પડ્યું. 1977માં ઈન્દિરા ગાંધીની હાર બાદ પણ કોંગ્રેસની કહાની ખતમ ગણાવાઈ પરંતુ અમે સત્તામાં પાછા ફર્યા. લોકો ઈતિહાસ ભૂલી જાય છે અને કોંગ્રેસને ખતમ ગણાવે છે. હાર ચોક્કસ થઈ છે પરંતુ કોંગ્રેસ પાછી ઊંભી થશે અને જીતશે. 

સવાલ: રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર ગંભીર સવાલ ઊભા થઈ ગયા છે, તેના પર તમારો શું અભિપ્રાય છે?
જવાબ: રાહુલજીએ સારું નેતૃત્વ કર્યું. કોંગ્રેસે તેનો ફાયદો ઉઠાવવો જોઈતો હતો. પાર્ટી તેમના નેતૃત્વનો ફાયદો ઉઠાવી શકી નહી. તેમણે એવો માહોલ તૈયાર કર્યો જેનાથી એવું લાગવા માંડ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં પાછી આવી રહી છે. અમે સફળ ન થયા તો તેનો અર્થ એ નથી કે અમે એમ  કહીએ કે નેતૃત્વ સારું નથી. જો તેમનું નેતૃત્વ ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન સારું હતું તો પછી હવે સારું કેમ નહીં હોય? રાહુલ ગાંધીએ દોઢ વર્ષ  પહેલા અધ્યક્ષ પદની જવાબદારી લીધી. તેમને પણ સમય મળવો જોઈએ અને તેઓ પોતાની જાતને સાબિત કરશે. 

જુઓ LIVE TV...

સવાલ: ચૂંટણીમાં હાર બાદ દરેક સ્તરે જવાબદારી નક્કી ન થવી જોઈએ?
જવાબ: રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી લેઈને રાજીનામાની રજુઆત કરી હતી. જેને સીડબલ્યુસીએ ફગાવી. જવાબદારી રાહુલ ગાંધીની નહીં પરંતુ બીજા નેતાઓની નક્કી થવી જોઈએ। જે રાજ્યોમાં અમે હાર્યા છીએ ત્યાંના પ્રભારીઓ અને પ્રદેશ અધ્યક્ષોને જવાબદાર ઠેરવવા જોઈએ. બીજા નેતાઓએ નૈતિક જવાબદારી લેવી જોઈએ. 

સવાલ: સજ્જડ હાર અને પછી આંતરિક વિખવાદને જોતા હવે કોંગ્રેસે શું પગલાં લેવાની જરૂર છે?
જવાબ: વિચાર એ છે કે અમારે પાર્ટીમાં મોટી સર્જરી કરવી પડશે. તમામ સ્તરો પર ચૂંટણી કરાવવામાં આવે. ચૂંટાયેલા લોકોને જવાબદારી મળે. જો અમે આમ નહીં કરીએ તો પાર્ટીમાં જે નેતા જામેલા છે તેઓ જ આગળ પણ આમ જ રહેશે અને નવા લોકો આગળ આવી શકશે નહીં. નેતાઓનો આંતરિક વિખવાદ ખતમ કરવો પડશે. રાહુલ ગાંધીએ પગલાં  લેવાની જરૂરિયાત છે. તેમણે કડકાઈ બતાવવી પડશે. કોઈ પણ દયા વગર કાર્યવાહી કરવી પડશે. તે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સ્તરે પણ કરવું પડશે. તેમણે તત્કાળ પગલાં લેવા જોઈએ. 

कांग्रेस में 'बड़ी सर्जरी' और नेताओं की जवाबदेही तय करना बेहद जरूरी हो गया है: मोइली

(વીરપ્પા મોઈલી)

સવાલ: શું પાર્ટીમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા વધવી જોઈએ?
જવાબ: એ તેમના (પરિવાર) પર છે. પ્રિયંકા ગાંધીને મહાસચિવની જવાબદારી સોંપાઈ છે. તેઓ થોડા સમય પહેલા જ આવ્યાં છે અને તેમને સમય મળવો જોઈએ. તેઓ ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યાં છે. એકવાર કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં આવી તો સમગ્ર દેશમાં આવશે. 

(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news