VIDEO : બેંગલુરૂ છોડીને હૈદ્વાબાદ પહોંચ્યા કોંગ્રેસી ધારાસભ્ય, 4 ધારાસભ્યો ગુમ હોવાનો દાવો

કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ ભલે મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા હોય, પરંતુ સત્તા માટે હજુ તોડજોડ ચાલુ છે. યેદિયુરપ્પાએ હજુ સુધી બહુમત સાબિત કર્યો નથી. આ તેમના માટે સૌથી મોટું સંકટ છે. તો બીજી તરફ ચૂંટણી પરિણામો બાદ સાથે આવેલા કોંગ્રેસ અને જેડીએસ માટે પોતાના ધારાસભ્યોને સંભાળવા પણ પડકારજનક છે.

VIDEO : બેંગલુરૂ છોડીને હૈદ્વાબાદ પહોંચ્યા કોંગ્રેસી ધારાસભ્ય, 4 ધારાસભ્યો ગુમ હોવાનો દાવો

નવી દિલ્હી; કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ ભલે મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા હોય, પરંતુ સત્તા માટે હજુ તોડજોડ ચાલુ છે. યેદિયુરપ્પાએ હજુ સુધી બહુમત સાબિત કર્યો નથી. આ તેમના માટે સૌથી મોટું સંકટ છે. તો બીજી તરફ ચૂંટણી પરિણામો બાદ સાથે આવેલા કોંગ્રેસ અને જેડીએસ માટે પોતાના ધારાસભ્યોને સંભાળવા પણ પડકારજનક છે. પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય બેંગલુરૂના ઇગલ રિસોર્ટમાં રોકાયા હતા. હવે આ ધારાસભ્યોમાં તૂટ ન થાય તે માટે તેમને બેંગલુરૂથી હૈદ્વાબાદ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. 

ગુરૂવારે રાત્રે આ ધારાસભ્યોને બેંગલુરૂથી હૈદ્વાબાદ એક બસ દ્વારા મોકલવામાં આવ્યા. હૈદ્વાબાદ માટે કોંગ્રેસ ઉપરાંત જેડીએસના ધારાસભ્ય પણ હતા. તો બીજી તરફ મીડિયામાં ચાલી રહેલા સમાચારોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાલમાં કોંગ્રેસ ધારાસભ્યો સાથે તેમના ચાર ધારાસભ્ય નથી. આ ચાર ધારાસભ્યોમાં આનંદ સિંહ, પ્રતાપ ગૌડા, રાજશેખર પાટીલનો સમાવેશ થાય છે.

— ANI (@ANI) May 17, 2018

આ ઉપરાંત ફરી એકવાર ભાજપમાં સામેલ થયેલા અને આ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરનાર ધારાસભ્ય શ્રીરામુલુના અંગત અને કોંગ્રેસ ધારાસભ્ય નાગેંદ્ર પણ કોંગ્રેસ ધારાસભ્યોની સાથે નથી. આ ઉપરાંત પહેલાં રાજ્ય કોંગ્રેસ પ્રભારી જી. પરમેશ્વરાએ કહ્યું હતું કે 'સંવૈધાનિક રીતે અમે )જેડી-એસ અને કોંગ્રેસને) સરકાર બનાવવાનો મોકો મળવો જોઇએ, કારણ કે અમારી પાસે વિધાનસભા બહુમત છે. ભાજપને સરકાર બનાવવા માટે રાજ્યપાલ દ્વારા આમંત્રિત કરવા સંવિધાનના વિરૂદ્ધ છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની પીઠે યેદિયુરપ્પાના શપઠ ગ્રહણ પર પ્રતિબંધ લગાવવા સંબંધી કોંગ્રેસ અને જનતાદળ સેક્યુલર (જેડીએસ)ની સંયુક્ત અરજીને નકારી દીધી. આ મામલે સુપ્રીમ કોર્ટ આજે (18મે)ના રોજ પોતાનો ચૂકાદો સંભળાવી શકે છે. ન્યાયાધીશ એ.કે.સીકરીના નેતૃત્વમાં પીઠે તે પત્રને રજૂ કરવા માટે કહ્યું, જેને યેદિયુરપ્પાએ બુધવારે રાજ્યપાલને લખતાં અખ્યું કે તેમને સૂચિત કરવામાં આવ્યા હતા કે ભાજપના ધારાસભ્ય દળના નેતાના રૂપમાં તેમની પસંદગી કરવામાં આવી છે. 

વજુભાઇ વાળાએ બુધવારે રાત્રે યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટ આમંત્રિત કર્યા અને સદનમાં બહુમત સાબિત કરવા માટે તેમને 15 દિવસનો સમય આપ્યો. કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 104 સીટો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે તરી આવી છે પરંતુ તે બહુમતના 112ના આંકડામાં આઠ સીટો દૂર છે. તો બીજી તરફ કોંગ્રેસ 78 સીટો જીતી જ્યારે જનતા દળ સેક્યુલર (જેડીએસ)એ 37 સીટો જીતી. આ બંનેએ પોતાની પાસે ધારાસભ્યોની પૂરતી સંખ્યાના આધારે સરકાર બનાવવવા માટે દાવો રજૂ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news