મહારાષ્ટ્ર બાદ હવે મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપના અણસાર, જયોતિરાદિત્ય સિંધિયાએ હટાવ્યું પાર્ટીનું નામ

મહારાષ્ટ્ર (Maharashtra) બાદ હવે મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) રાજકીય હલચલ વધી છે. કોંગ્રેસના (Congress) નેશનલ સેક્રેટરી (National Secretary) જ્યોતિરાદિત્ય સિંધિયાએ (jyotiraditya scindia) પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટમાંથી પાર્ટીનું નામ હટાવતાં અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે.

મહારાષ્ટ્ર બાદ હવે મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપના અણસાર, જયોતિરાદિત્ય સિંધિયાએ હટાવ્યું પાર્ટીનું નામ

નવી દિલ્હી : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને વારંવાર પત્ર લખીને સરકારની કાર્યશૈલી અંગે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચુકેલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પાર્ટીનું નામ હટાવી સૌને ચોંકાવી દીધા છે. સિંધિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી પાર્ટીનું નામ હટાવી પોતાને સમાજસેવક અને ક્રિકેટ પ્રેમી ગણાવ્યો છે. સાથોસાથ સિંધિયાએ ટ્વિટર એકાઉન્ટથી પાર્ટીનું નામ હટાવતાં જ મધ્ય પ્રદેશના રાજકારણમાં હલચલ વધવા પામી છે અને તેઓના ભાજપ સાથેના જોડાણની અટકળો તેજ થવા લાગી છે. 

સિંધિયાએ કોંગ્રેસથી છેડો ફાડવા માટે આ કર્યું હોવાનું ચર્ચાઓ તેજ બની રહી છે. તેમણે પાર્ટીનું નામ હટાવી પોતાને માત્ર સમાજસેવક અને ક્રિકેટ પ્રેમી ગણાવ્યો છે. એક તરફ મહારાષ્ટ્રમાં સરકાર માટે શરૂ થયેલા મહાભારત અંગે આજે રાજકીય હલચલ તેજ બની છે ત્યાં મધ્ય પ્રદેશ ચર્ચામાં આવતાં ત્યાં પણ સરકારમાં નવાજૂનીના એંધાણ જોવાઇ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news