ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે... ઈન્દિરા-રાહુલની તસવીર શેર કરી કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો

સોનિયા ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ઈન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીની તસવીર શેર કરી છે. સાથે કેપ્શનમાં લખ્યું છે- ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. 

ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે... ઈન્દિરા-રાહુલની તસવીર શેર કરી કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો

નવી દિલ્હીઃ એક તરફ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની ઈડી કાર્યાલયમાં પૂછપરછનો સિલસિલો 26 જુલાઈએ પણ જારી છે. મંગળવારે ઈડીના અધિકારીઓએ સોનિયા ગાંધીની બીજા દિવસે પૂછપરછ કરી. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી રસ્તા પર જોવા મળી હતી. સોનિયા ગાંધીના સમર્થનમાં રાહુલ ગાંધીએ રસ્તા પર માર્ચ કાઢી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર તેમને પ્રદર્શન કરવાથી રોકી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ઈન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીની આ બે તસવીર શેર કરી છે. સાથે લખ્યું છે- ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડ્રિંગના મામલામાં ઈડીએ સોનિયા ગાંધીને સમન્સ પાઠવ્યું છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. તો સોનિયા ગાંધીની ઈડી અધિકારીઓની પૂછપરછનો વિરોધ કરવા માટે કોંગ્રેસ પાર્ટીના નેતાઓથી લઈને કાર્યકર્તા રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાહુલ ગાંધી પણ પ્રદર્શનમાં પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. 

बाँधने मुझे तो आया है,
जंजीर बड़ी क्या लाया है?

इतिहास दोहरा रहा है...#SatyagrahaWithSoniaGandhi pic.twitter.com/wroc7cLtk9

— Congress (@INCIndia) July 26, 2022

અટકાયત બાદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેમને સંસદની અંદર ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી અને વિરોધ દરમિયાન નેતાઓની ધરપકડ કરવામાં આવે છે. કસ્ટડીમાં લીધા પહેલા રાહુલે આરોપ લગાવ્યો, 'મોદી જી રાજા છે અને ભારતમાં પોલીસ રાજ છે.'

કોંગ્રેસે કહ્યું- ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે
તો કોંગ્રેસ પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીના ફોટો કોલાજમાં શેર કર્યાં છે. સાથે કેપ્શનમાં લખ્યું છે- 'ઝંઝીર બઢ઼ા કર સાધ મુજે. હાં, હાં દુર્યોધન! બાંધ મુજે. બાંધને તો મુજે તો આયા હૈ, ઝંઝીર બડ઼ી ક્યા લાયા હૈ? ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news