જિન્નાહ વિવાદ : હજારો વિદ્યાર્થીઓનો AMU સર્કલ પર જમાવડો, ઇન્ટરનેટ બંધ અને કલમ 144 લાગુ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હાલમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહની તસવીરને કારણે ઉભા થયેલા વિવાદને કારણે તણાવ ઉભો થયો છે

જિન્નાહ વિવાદ : હજારો વિદ્યાર્થીઓનો AMU સર્કલ પર જમાવડો, ઇન્ટરનેટ બંધ અને કલમ 144 લાગુ

નવી દિલ્હી : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હાલમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહની તસવીરને કારણે ઉભા થયેલા વિવાદને કારણે તણાવ ઉભો થયો છે. આ મામલામાં 4 મેના શુક્રવારના દિવસે જુમ્માની નમાજ પછી હજારો વિદ્યાર્થીઓ એએમયુ સર્કલ પાસે એકઠાં થઈ ગયા હતા. આ મામલે હંગામાનો અંદેશો આવતા જ પ્રશાસને અલીગઢમાં કલમ 144 લગાવી દીધી છે તેમજ પ્રશાસને 4 મેના બપોરે બે વાગ્યાથી શનિવાર સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે ડીએમ ચંદ્રભુષણ સિંહે આદેશ જાહેર કર્યો છે. આ જિન્નાહ વિવાદની આગ બીજી યુનિવર્સિટીઓ સુધી પણ પહોંચી ગઈ છે. આ મામલે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય બહાર કેટલાક સંગઠનોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું છે. 

— ANI UP (@ANINewsUP) May 4, 2018

આ વિવાદ પછી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઇ્ન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપ્યો છે જેથી સોશિયલ મીડિયા મારફત સમર્થન કે વિરોધમાં મેસેજ, તસવીર કે વીડિયો વાઇરલ ન કરવામાં આવે. આ મામલાના વિરોધ પ્રદર્શન મામલે શુક્રવારે જુમ્માની નમાજ પછી હજારો વિદ્યાર્થીઓ એએમયુ સર્કલ પર જમા થઈ ગયા હતા. અનેક દિવસોથી ચાલી રહેલા વિવાદ મામલે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અલીગઢ પ્રશાસન પાસે આ ઘટનાનો રિપોર્ટ માગ્યો છે. 

— ANI UP (@ANINewsUP) May 4, 2018

જિન્નાહ વિવાદની આગ બનારસ હિંદુ યુનિવર્સિટી સુધી પણ પહોંચી ગઈ છે. અહીં કેટલાક સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું અને જિન્નાહના પુતળાંનું દહન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news