ફરી કોરોનાનો પગપેસારો! આંકડામાં જોરદાર ઉછાળા બાદ ડોક્ટરોએ કહી આ મોટી વાત

તમને જણાવી દઇએ કે દિલ્હીમાં ગત થોડા દિવસો પહેલાં બુધવારે કોવિડ 19ના એક મહિનામાં સૌથી વધુ 1,375 કેસ સામે આવ્યા હતા, જ્યારે કોઇપણ મોત થયું ન હતું. તો બીજી તરફ જો મુંબઇની વાત કરીએ તો બુધવારે 2293 નવા કેસ સામે આવ્યા છે, જે 23 જાન્યુઆરી બાદ સૌથી વધુ દૈનિક કોરોના કેસ હતા.  

ફરી કોરોનાનો પગપેસારો! આંકડામાં જોરદાર ઉછાળા બાદ ડોક્ટરોએ કહી આ મોટી વાત

Corona Case Increasing: કોરોનાના વધતા જતા કેસના લીધે ફરી એકવાર ચિંતાનો વિષય બનતો જાય છે. આ દરમિયના ચોથી લહેરના ભણકારા પણ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ ગત 10 દિવસમાં 7,100થી વધુ કેસ સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં દિલ્હી હોય કે મુંબઇ બંને મહાનગરોમાં કોરોનાના આંકડાએ જૂના રેકોર્ડસ તોડ્યા હતા. 

એવામાં એકપર્ટ્સ સતત લોકો માટે ચેતાવણી જાહેર કરી રહ્યા છે. ડોક્ટર્સ અને એક્સપર્ટ્સનું કહેવું છે કે લોકો હજુ પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરતા રહે અને કોરોના સાથે જોડાયેલા તમામ પ્રોટોકોલ્સનું પાલન કરે. કોરોનાના કેસની સાથે સાથે સંક્રમણ દરના વધારાની વાત કરીએ તો 7 જૂનના રોજ 1.92 ટકા હતો જે 15 જૂનથી વધીને 7.01 ટકા થઇ ગયો છે. 

તમને જણાવી દઇએ કે દિલ્હીમાં ગત થોડા દિવસો પહેલાં બુધવારે કોવિડ 19ના એક મહિનામાં સૌથી વધુ 1,375 કેસ સામે આવ્યા હતા, જ્યારે કોઇપણ મોત થયું ન હતું. તો બીજી તરફ જો મુંબઇની વાત કરીએ તો બુધવારે 2293 નવા કેસ સામે આવ્યા છે, જે 23 જાન્યુઆરી બાદ સૌથી વધુ દૈનિક કોરોના કેસ હતા.  

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના સત્તાવાર આંકડા અનુસાર કોવિડ 19 કેસની સંખ્યામાં ગત 10 દિવસમાં સતત વધારો નોંધાયો છે. 

ડોક્ટર્સે જણાવ્યું કોરોનાના કેસ વધવાનું કારણ
ડોક્ટર્સએ લોકોને કહ્યું કે તે પરિસ્થિતિથી ગભરાય નહી. એક્સપર્ટનું એ પણ કહેવું છે કે રજાઓમાં લોકોનું ઘરમાંથી વધુ બહાર નિકળવું અને યાત્રા કરવી તેના લીધે કેસ વધી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news