Covid 4th Wave: કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો, 24 કલાકમાં 2,451 નવા કેસ, 54 ના મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે અપડેટ કરેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 2,451 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને 4,30,52,425 થઇ ગઇ છે. જ્યારે એક્ટિવ કેસ વધીને 14,241 થઇ ગઇ છે. 

Covid 4th Wave: કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો, 24 કલાકમાં 2,451 નવા કેસ, 54 ના મોત

Corona update India: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે અપડેટ કરેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 2,451 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને 4,30,52,425 થઇ ગઇ છે. જ્યારે એક્ટિવ કેસ વધીને 14,241 થઇ ગઇ છે. 

ગત 24 કલાકમાં 54 કોરોના સંક્રમિત દર્દીઓના મોત
સ્વાસ્થ્ય વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર  ગત 24 કલાકમાં 54 કોરોના સંક્રમિ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી જીવ ગુમવાનારની કુલ સંખ્યા વધીને 5,22,116 થઇ ગઇ છે. મંત્રાલયે કહ્યું કે સક્રિય કેસમાં કુલ સંક્રમણ દર 0.03 ટકા સામેલ છે, જ્યારે કોવિડ 19 નો રિકવરી રેટ 98.75 ટકા નોંધવામાં આવ્યો છે. 

પોઝિટિવિટી રેટ 0.55 ટકા
24 કલાકની અવધિમાં સક્રિય કોવિડ 19 કેસલોડમાં 909 કેસ વધ્યા છે. મંત્રાલયના અનુસાર પોઝિટિવિટી ઋએત 0.55 ટકા અને વિકલી પોઝિટિવિટી રેટ 0.47 ટકા નોંધાયો છે. સંક્રમણથી સાજા થનારની સંખ્યા વધીને 4,25,16,068 થઇ ગઇ, જ્યારે ડેથ રેટ 1.21 ટકા નોંધાયો છે. કોરોના વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 187.26 કરોડથી વધુ કોવિડ વેક્સીનના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. 

દેશની COVID-19  ટેલી
દેશની  COVID-19 ટેલી 7 ઓગસ્ત 2020 ના રોજ 20 લાખ, 23 ઓગસ્તના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર કરી ગયો હતો. આ 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખને પાર કરી ગયો હતો. 29 ઓક્ટોબરના રોજ 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 સપ્ટેમ્બરના રોજ એક કરોડનો આંકડો પાર કરી ગયો. દેશે 4 મેના રોજ બે કરોડ ગત અને ગત વર્ષે 23 જૂનાના રોજ 3 કરોડને પાર કર્યો હતો.  

કયા રાજ્યમાં કેટલા લોકોના મોત
મૃત્યું પામનાર નવા લોકોમાં કેરલના 48 અને દિલ્હી, ગુજરાત, ઝારખંડ, મહારાષ્ટ્ર, પંજાબ અને ઉત્તરાખંડના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 5,22,116 મોત થયા છે, જેમાં મહારાષ્ટ્રમાંથી 1,47,831 કેરલમાંથી 68,750 કર્ણાટકમાં 40,057, તમિલનાડુમાંથી 38,025, દિલ્હીમાંથી 26,162, ઉત્તર પ્રદેશમાંથી 23,502  અને પશ્વિમ બંગાળમાંથી 21,200 મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news