Corona Update: ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, નવા કેસમાં 40 ટકા જેટલો ઉછાળો

દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 40 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.

Corona Update: ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, નવા કેસમાં 40 ટકા જેટલો ઉછાળો

નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 40 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં નવા 5233 કોવિડ કેસ નોંધાયા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5233 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં કોરોનાના 28,857 દર્દીઓ સારવાર હેઠળ છે. 

નવા કેસમાં લગભગ 40 ટકા જેટલો માતબાર ઉછાળો જોવા મળતા ચિંતા ઊભી થઈ છે. આ અગાઉ ગઈ કાલે કોરોના વાયરસના નવા 3714 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે 6 જૂનના રોજ 4518 અને રવિવારે 5 જૂને 4270 કેસ નોંધાયા હતા. 

Total active cases are 28,857 pic.twitter.com/2tFODtK1se

— ANI (@ANI) June 8, 2022

દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,94,43,26,416 ડોઝ અપાયા છે. જેમાં ગઈ કાલે અપાયેલા 14,94,086 ડોઝ પણ સામેલ છે. 

ગુજરાતમાં નવા 72 કેસ
ગુજરાતમાં પણ ધીમી ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવા 72 કેસ નોંધાયા છે જેમાંથી 44 કેસ તો અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં કાલે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે જે રીતે ધીમી ગતિથી કેસ વધે છે તે જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news