હવે નજીકના મેડિકલ સ્ટોરમાંથી ખરીદી શકશો કોરોના વેક્સીન, સરકારે લીધો આ મોટો નિર્ણય

કોરોના વાયરસ સામે બનાવેલ કોવેક્સિન(Covaxin) અને કોવિશિલ્ડ (Covishield) ટૂંક સમયમાં તમારા સ્થાનિક મેડિકલ સ્ટોર પર વેચાણ પર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારની સમિતિ SEC એ બંને રસી બજારમાં લોન્ચ કરવાની મંજૂરી આપી છે.

હવે નજીકના મેડિકલ સ્ટોરમાંથી ખરીદી શકશો કોરોના વેક્સીન, સરકારે લીધો આ મોટો નિર્ણય

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે બનાવેલ કોવેક્સિન(Covaxin) અને કોવિશિલ્ડ (Covishield) ટૂંક સમયમાં તમારા સ્થાનિક મેડિકલ સ્ટોર પર વેચાણ પર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારની સમિતિ SEC એ બંને રસી બજારમાં લોન્ચ કરવાની મંજૂરી આપી છે.

SEC નીબુધવારે મહત્વની બેઠક યોજાઈ
મળતી માહિતી મુજબ બુધવારે SECની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સામેલ નિષ્ણાતોએ રસી (Corona Vaccine) ના ટ્રાયલ સંબંધિત દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. તેમજ છેલ્લા એક વર્ષમાં બંને રસીની અસર અને આડઅસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બંને કંપનીઓએ તૈયાર કરવાની પડશે સિસ્ટમ
લાંબી ચર્ચા કર્યા પછી નિષ્ણાતો બંને રસીઓ (Corona Vaccine) ને કટોકટીના ઉપયોગની સ્થિતિમાંથી બહાર કાઢીને બજારમાં મૂકવાના નિર્ણય પર સહમત થયા હતા. કમિટિના આ નિર્ણય બાદ હવે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક બંનેએ દેશભરમાં પોતાની ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ તૈયાર કરવી પડશે. તે પછી તેઓ તેમની રસી તમામ હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ પર પહોંચાડી શકશે.

મેડિકલ સ્ટોરમાંથી ખરીદી શકાશે રસી
એટલે કે, જો કોઈને હજુ સુધી રસી (Corona Vaccine) નો ડોઝ મળ્યો નથી, તો તેણે હોસ્પિટલમાં જવાની જરૂર રહેશે નહીં. તે કોઈપણ ડૉક્ટર દ્વારા તેના નજીકના મેડિકલ સ્ટોરમાંથી રસી મેળવી શકશે. તેનાથી દેશમાં રસીકરણની ઝડપ પણ વધશે અને સરકાર પરનો બોજ પણ ઘટશે. બજારમાં આ રસીઓની કિંમત કેટલી હશે, તેની હજુ જાહેરાત કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news