45 દિવસ કોમામાં રહ્યા બાદ ચેતન ચીતા ડ્યૂટી પર પરત ફર્યા

જમ્મૂ કાશ્મીરના બાંદીપોરાના હાજિન ક્ષેત્રમાં આતંકવાદીઓ સાથે એક વર્ષ પહેલાં ગોળીબારીમાં ઇજાગ્રસ્ત થયેલા CRPF કમાંડેંટ ચેતન ચીતા ફરીથી ડ્યૂટી પર પરત ફર્યા છે. ચેતન ચીતાએ CRPF હેડક્વાર્ટર દિલ્હીમાં ડ્યૂટી સંભાળી છે. 14 ફેબ્રુઆરી 2017ના રોજ આતંકવાદીઓ સાથે મુઠભેડમાં CRPF કમાંડેંટને 9 ગોળીઓ વાગી હતી. 

45 દિવસ કોમામાં રહ્યા બાદ ચેતન ચીતા ડ્યૂટી પર પરત ફર્યા

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના બાંદીપોરાના હાજિન ક્ષેત્રમાં આતંકવાદીઓ સાથે એક વર્ષ પહેલાં ગોળીબારીમાં ઇજાગ્રસ્ત થયેલા CRPF કમાંડેંટ ચેતન ચીતા ફરીથી ડ્યૂટી પર પરત ફર્યા છે. ચેતન ચીતાએ CRPF હેડક્વાર્ટર દિલ્હીમાં ડ્યૂટી સંભાળી છે. 14 ફેબ્રુઆરી 2017ના રોજ આતંકવાદીઓ સાથે મુઠભેડમાં CRPF કમાંડેંટને 9 ગોળીઓ વાગી હતી. 9 ગોળીઓ ચેતન ચીતાના પેટ, હાથ, હિપ્સ, આંખ અને મગજ સહિત ઘણા અંગો પર વાગી હતી. તે દોઢ મહિના સુધી કોમામાં રહ્યા હતા, ત્યારબાદ તેમને ભાન આવ્યું હતું. તેમનું જીવતું રહેવું કોઇ ચમત્કારથી ઓછું નથી. ડ્યૂટી પર પરત ફર્યા બાદ ચેતન ચીતાએ કહ્યું કે હું ડ્યૂટી પર પરત ફરીને ખુશ છું. આ વર્દી વિના મારી જીંદગી અધુરી છે. 

CRPF ની 45મી બટાલિયનના કમાંડેંટ હતા ચેતન ચીતા
CRPFની 45મી બટાલિયનના કમાંડેંટ ચેતન ચીતાને ઘણી ગોળીઓ વાગવા છતાં તે ઘટનાસ્થળ પર અડગ રહ્યા. તેમણે પોતાની ટીમની સાથે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતાં તેમના ઇરાદાઓને નિષ્ફળ કરી દીધા હતા. તેમના આ સાહસ માટે ચેતન ચીતાને સ્વતંત્રતા દિવસના બીજા દિવસે સૌથી મોટા વીરતા પદક 'કિર્તી ચક્ર' વડે સન્માનિત કરવામાં આવ્યા. સેનાધ્યક્ષ અને ગૃહ મંત્રી સહિત સમગ્ર દેશે ચેતન ચીતાની જાંબાજીના વખાણ કર્યા હતા. 

કાશ્મીરની સમસ્યાનું નિરાકરણ રાજકીય ઇચ્છાશક્તિથી જ સંભવ છે- ચેતન ચીતા
ડ્યૂટી પર પરત ફર્યા બાદ જમ્મૂ-કાશ્મીરની સ્થિતિને લઇને ચેતન ચીતાએ કહ્યું કે ત્યાંની સ્થિતિને કાબૂમાં આવતાં થોડો સમય લાગશે. સુરક્ષાબળોના હાથમાં જે કંઇ છે, તે કરી રહ્યાં છે. કાશ્મીર મુદ્દાના નિરાકરણ માટે રાજકીય ઇચ્છાશક્તિ ખૂબ જરૂરી છે. ચેતન ચીતા આ પહેલાં પણ આ વાત કરી ચૂક્યા છે.  

સંપૂર્ણપણે ઠીક થવામાં બે વર્ષ લાગશે
આતંકવાદીઓ સાથે મુકાબલામાં ચેતન ચીતાએ પોતાની એક આંખ ગુમાવી દીધી છે. તેમના શરીર પર ઇજાના નિશાન હજુ પર સંપૂર્ણપણે ઠીક થયા નથી. હાથ યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી, જેના માટે ફિજિયોથેરેપી ટ્રીટમેંટ લઇ રહ્યાં છે. તેમના અનુસાર સંપૂર્ણ રીતે ઠીક થવામાં તેમને બે વર્ષ જેટલો સમય લાગશે. ફિલ્ડ ડ્યૂટીને લઇને તેમને કહ્યું કે જો મને ફિલ્ડ ડ્યૂટી મળશે તો તેને સ્વિકારવામાં મને કોઇ ખચકાટ નથી. ડ્યૂટી પર પરત ફરતાં પહેલાં આ બહાદુર ઓફિસરે માઉંટ આબૂમાં CRPF એકેડમીમાં જઇને જવાનોને મોટિવેશનલ સ્પીચ આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news