CWCની બેઠક પૂર્ણ, રાહુલ ગાંધીના રાજીનામાની અફવા ખોટી- રણદીપ સુરજેવાલા

લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીમાં ભૂંડી હાર પછી તેની સમીક્ષા કરવા માટે હાલ દિલ્હીમાં કોંગ્રેસની કાર્યકારિણી સમિતિની બેઠક ચાલી રહી છે અને તેમાં પરાજય પર મનોમંથન કરવામાં આવી રહ્યું છે, બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર છે 

CWCની બેઠક પૂર્ણ, રાહુલ ગાંધીના રાજીનામાની અફવા ખોટી- રણદીપ સુરજેવાલા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીમાં ભૂંડી હાર પછી તેની સમીક્ષા કરવા માટે હાલ દિલ્હીમાં કોંગ્રેસની કાર્યકારિણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરાજય પર મનોમંથન કરવામાં આવી રહ્યું છે, બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, મીરા કુમાર, પ્રિયંકા ગાંધી, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર છે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં કોંગ્રેસના અનેક નેતાઓ રાજીનામું ઓફર કરી શકે છે. રાહુલ ગાંધી દ્વારા પણ રાજીનામાનો પ્રસ્તાવ મુકવામાં આવે એવી એક સંભાવના વ્યક્ત કરાઈ છે. 

2.30 PM : કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ અગાઉ, 24, અકબર રોડ, પાર્ટી કાર્યાલયની બહાર ઊભા રહેલા પત્રકારોને રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીના રાજીનામાના સમાચાર ખોટા છે. 

2.20 PM : રાહુલ ગાંધીએ પાર્ટીના પરાજયની જવાબદારી સ્વીકારી. 

2.00 PM : રણદીપ સુરજેવાલાએ રાજીવ ગાંધી દ્વારા રાજીનામું અપાયા હોવાનો ઇનકાર કરાયો. 

1.30 PM : સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસની કાર્યકારી સમિતિમાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી. એ.કે. એન્ટોનીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજયની સમીક્ષા કરશે. 

1.05 PM : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને રાજીનામા અંગે સમજાવ્યા અને પાછું ખેંચવા કરી વિનંતી.

1.00 PM : સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધીએ CWCની બેઠકમાં પોતાના રાજીનામાની ઓફર કરી છે. જોકે, બેઠકમાં રાજીનામાનો સ્વીકાર કરાયો નથી. 

ગાંધી પરિવાર સિવાયની વ્યક્તિને બનાવાશે અધ્યક્ષ
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં ગાંધી પરિવાર સિવાયની કોઈ અન્ય વ્યક્તિને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનાવાય તેના પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં પરાજય થયા પછી પાર્ટી પરિવારવાદમાંથી બહાર નિકળવા અંગે વિચારણા કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. 

હાલ બેઠકનો એજન્ડા નક્કી નથી
આ બેઠકનો કોઈ ચોક્કસ એજન્ડા હાલ નક્કી કરાયો નથી. પાર્ટીના આંતરિક વર્તુળોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીનું રાજીનામું મંજૂર કરવામાં આવશે નહીં અને પાર્ટી તેમના નેતૃત્વમાં જ કામ કરશે. આ બેઠકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન કે જ્યાં હજુ 5 મહિના પહેલા જ પાર્ટીએ સરકાર બનાવી છે ત્યાં તેને મળેલા પરાજયનું મનોમંથન કરવામાં આવશે. 

16 રાજ્યમાં શૂન્ય બેઠક
લોકસભા ચૂંટણીમાં પરાજય થયા પછી રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, આ પરાજયની સમીક્ષા માટે બેઠક યોજાશે. ચૂંટણી પરિણામ રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે ચકિત કરનારા છે. 'મોદી લહેર'માં તમામ વિપક્ષના સૂપડા સાફ થઈ ગયા. કોંગ્રેસ પાર્ટીને 16 રાજ્યમાં એક પણ બેઠક મળી નથી અને તેનો આંકડો શૂન્ય રહ્યો છે. 

કોંગ્રેસને મળી માત્ર 52 બેઠક
આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં માત્ર 52 સીટ આવી છે. તેના 9 રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠીમાં પણ સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધીના પરાજય પછી તેમના નેતૃત્વ સામે સવાલ ઉઠવા લાગ્યા છે. 

રાહુલનું રાજીનામું માત્ર અફવાઃકોંગ્રેસ નેતા
આ દરમિયાન રાહુલ ગાંધીની અફવા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મીમ અફઝલે જણાવ્યું કે, રાહુલ ગાંધીના રાજીનામાના સમાચાર માત્ર અફવા છે. જો કોઈ નેતા રાજીનામાનો પ્રસ્તાવ મુકે તો એ તેનો પોતાનો વિવેક કહેવાશે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news