રાશિફળ 29 નવેમ્બર: આ રાશિના જાતકોનું ખોટું કામ કરવા મન લલચાય, માટે સાવધાન રહેજો

આજે કાળભૈરવ જયંતી છે. જેમને કાળસર્પ યોગ હોય તેમણે કાળભૈરવના મંદિરે જવું અને જેમને હઠિલા રોગ તે કાળભૈરવના મંદિરે જઈ દિપપ્રાગટ્ય કરે.

રાશિફળ 29 નવેમ્બર: આ રાશિના જાતકોનું ખોટું કામ કરવા મન લલચાય, માટે સાવધાન રહેજો

આજે 29 નવેમ્બર એટલે કે કાર્તિક વદ સાતમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે કાળભૈરવ જયંતી છે. જેમને કાળસર્પ યોગ હોય તેમણે કાળભૈરવના મંદિરે જવું અને જેમને હઠિલા રોગ તે કાળભૈરવના મંદિરે જઈ દિપપ્રાગટ્ય કરે.

  • હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ
  • જો 10 તારીખ હોય તો રવિ અને સોમ
  • સોનેરી અને ઝાંખો પીળો રંગ શુભ
  • જો 11 તારીખ હોય તો શુક્રવાર અને આછો લીલો શુભ
  • જો 12 તારીખ હોય તો ગુરૂવાર અને આછો લીલો અને ક્રીમ કલર
તારીખ 29 નવેમ્બર, 2018, બુધવાર
માસ કાર્તિક વદ 7
નક્ષત્ર મઘા
યોગ ઈન્દ્ર
ચંદ્ર રાશી સિંહ (મ,ટ)
  • આજે કાળભૈરવ જયંતી
  • જેમને કાળસર્પ યોગ હોય તેમણે કાળભૈરવના મંદિરે જવું
  • જેમને હઠિલા રોગ તે કાળભૈરવના મંદિરે જઈ દિપપ્રાગટ્ય કરે
  • ઓમ ઐં હ્રીં ઐં શ્રીં ભૈરવાય નમઃ આ મંત્રનો જાપ કરવો
  • ભૈરવદાદાનો મંત્ર કરતી વખતે પવિત્રતાનો સંપૂર્ણ ખ્યાલ રાખવો
મેષ (અલઈ)
  • આજે ઝડપી વાહન ચલાવવાની ઇચ્છા થાય
  • આપના અધિકારી બદલાય પણ ખરા
  • આજે ગુસ્સા ઉપર કાબૂ રાખવો
  • સ્ત્રી મિત્રો દ્વારા લાભ થઈ શકે છે
વૃષભ (બવઉ)
  • વિદ્યાર્થી મિત્રો શોધ-સંશોધનમાં નિપૂણતા મેળવે
  • લગ્નવાંછુને વેવિશાળની વાતો આવી શકે છે
  • લાગણીને ઠેસ પહોંચી શકે છે
  • ઠંડાપીણાનો આજે ત્યાગ કરજો
મિથુન (કછઘ)
  • અટકેલા કાર્ય પૂર્ણ કરવાનો ઉત્સાહ જાગે
  • ઘરમાં નવી ચીજવસ્તુ વસાવી શકાય
  • નવું ઘર-વાહન ખરીદવાનું હોય તો આજે સક્રિય થજો
  • લેખન-સાહિત્ય, જ્યોતિષ ક્ષેત્રે જોડાયેલાને સાનુકૂળતા
કર્ક (ડહ)
  • પરિવારની વેદના સતાવે
  • સારુ કરવા જાવ પણ જશ ન મળે
  • નોકરીમાં કાર્ય પરિવર્તન આવી શકે છે
  • ખોરાકમાં આજે વિવિધતા આવે
સિંહ (મટ)
  • પોતાના અધિકારી તરફથી અસંતોષ રહે
  • પિતાતુલ્ય વ્યક્તિ સાથે અણબનાવ થઈ શકે છે
  • ખોટું કામ કરવા મન લલચાય. માટે સાવધાન
  • ધનસ્થાન પ્રબળ બન્યું છે
કન્યા (પઠણ)
  • ખરાબ સોબતથી દૂર રહેજો
  • દગાબાજ મિત્રોથી મુશ્કેલી આવશે
  • ઢીંચણની તકલીફથી સાવધાન
  • કોર્ટ કચેરી ચાલતી હોય તો આજે સાવધાન રહેજો
તુલા (રત)
  • પિતા દ્વારા મળતું ધન અટવાઈ જાય
  • થોડી વ્યથા પરિવારમાં ઠલવાઈ જાય
  • જેને આપણે ઊભરો કહીએ છીએ તેવું થાય
  • આજે જો ઓપરેશન હોય તો શિવસ્મરણ કરવું
વૃશ્ચિક (નય)
  • સ્નાયુની બિમારીથી સાવધાન રહેજો
  • તમારે ત્યાં નોકરી કરતા કર્મચારી છોડી જાય
  • ઠાઠ-માઠ પાછળ પૈસા આજે વધુ ખર્ચાય
  • નોકરીથી ભાગ્ય બળવાન બનતું દેખાય છે
ધન (ભધફઢ)
  • આરોગ્ય ખાસ સાચવવું
  • ડાયાબીટીસના રોગથી પીડાતા સાવધાન રહે
  • પદોન્નતિની વાતો ચાલે પણ કામ ન બને
  • સંધ્યા સમયે આનંદ વર્તાય
મકર (ખજ)
  • જીવનસાથીનું આરોગ્ય જોખમાય
  • આંટીઘૂંટીવાળા કાર્યમાં વ્યસ્તતા રહે
  • વેપારમાં આવક થશે
  • પરદેશથી આવક વિશેષ થશે
કુંભ (ગશષસ)
  • ભાગ્યસ્થાન વિશેષ બળવાન બન્યું છે
  • કર્મ કરો ફળ મળવાપાત્ર થયું છે
  • જીવનસાથી ધર્મ-ધ્યાન તરફ વળે
  • હોસ્પિટલની મુલાકાત લેવી પડે
મીન (દચઝથ)
  • રાજનીતિ સાથે સંકળાયેલાને લાભ
  • અચાનક પરદેશ જવાની સક્રિયતા થાય
  • સંતાન દ્વારા આવકની તકો વિશાળ થાય
  • પણ સંતાનનું આરોગ્ય પણ જાળવવું
  • કબીરસાહેબની સાખી છે-
  • જા કારન જગ ઢૂંઢીયા, સો તો ઘટ હી માહી
  • પરદા દિયા ભરમ કા, તા તેં સૂઝે નાહિ
  • આપણે જાત જાતના ચશ્મા પહેરી લીધા છે... માન્યતાના... ગેરસમજના... જિદ્દીપણાના... સ્વાર્થના.... ઈર્ષ્યાના માટે... એ પરમતત્ત્વ આપણને દેખાતું નથી... જો એ ચશ્મા ઊતારી નાખીશું તો એ આપણી અંદર જ છે... દેખાશે...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news