ડિયર જિંદગી : આવા ‘દીપક’ પ્રગટાવીએ…
જિંદગીને રસ્તો બનાવતા આવડે છે, બસ તમારે નાવિકની જેમ તોફાનમાં સુકાન સંભાળાનું રહે છે
Trending Photos
દીપાવલીની શુભેચ્છાની સાથેસાથે. દિવડાઓની ઝગમગ વચ્ચે આપણે જો આ 'દીપક'ને પ્રગટાવી શકીએ તો જિંદગી ઉદાસી, ડિપ્રેશન અને નિરાશાથી હંમેશા માટે દૂર રહેશે. જીવનમાં આશાનો દીવો હંમેશા પ્રકાશ વરસાવતો રહેશે...
જિંદગીને રસ્તો બનાવતા આવડે છે, બસ તમારે નાવિકની જેમ તોફાનમાં સુકાન સંભાળાનું રહે છે.
સમય કેવો પણ હોય પણ આપણી જાત સૌથી જરૂરી છે. અસ્તિત્વ છે તો આકાશમાં તારા અને સમુદ્રમાં લહેર છે.
ઓછામાં ઓછો એક મિત્ર એવો હોય જેને કંઈ કહેતા મનમાં ડર ન લાગે અને જેની સામે તમામ લાગણી વ્યક્ત કરી શકાય.
વડીલો આપણી સાથે રહેવા માટે છે, અનાથાલય માટે નહીં. તેમને આદર અને બાળકોને પ્રેમ આપો.
મનના અંધકારમાં જ્યાં બીજા માટે દુર્ભાવ હોય અને અપ્રિય યાદગીરી હોય એના દરેક ખૂણામાં પ્રેમનો પ્રકાશ ફેલાવી દો.
સૌથી જરૂરી વાતનું પુનરાવર્તન કરું છું....‘બાળકો તમારા છે, તમારા માટે નથી.’ તેમનો જન્મ તમારા સપના પુરા કરવા માટે નહીં પણ તેમના સપના પુરા કરવા માટે થયો છે. કોઈના સપના પુરા કરવામાં અવરોધ ઉભો ન કરો પછી એ તમારા બાળકનું સપનું જ કેમ ન હોય. અવરોધ કોઈને નથી ગમતો.
આ માટે પ્રેમ કરો. બાળકોને તાજી હવાની લહેરખી આપો. મોટાને એ આદર આપો જેને મેળવવાની આશા તેમની આંખોમાં અંજાયેલી છે.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે