ડિયર જિંદગી : જેને હજી સુધી માફ ન કરી શક્યા હો....

કોઈને માફ કરવા માટે આપણે તેની પર નિર્ભર ન રહેવું જોઈએ. આમ કરીને જીવનની કમાન બીજા પાસે ગિરવી મુકી દઈએ છીએ. માફ કરવાની વૃત્તિને સ્વભાવ બનાવી દેવો જોઈએ. આ પોતાની જાતને સુખી કરવાનો રસ્તો જે આપણે પસંદ કરવાનો છે.

ડિયર જિંદગી : જેને હજી સુધી માફ ન કરી શક્યા હો....

મને ખબર નથી કે તમારા માટે માફીને ક્યાં દૃષ્ટિકોણથી જુઓ છો અને તમારા માટે માફીનો શું મતલબ છે. હું તો આને મારી જાતની મુક્તિ ગણું છું ! વાત થોડી જુની છે. અમારા એક જુના સ્નેહથી બહુ અણબનાવ થઈ ગયો. તેમની સાથે પહેલાં બહુ ગાઢ મિત્રતા હતા અને આ મિત્રતાને કારણે જ અનુરાગ, પ્રેમ અને સ્નેહના પાઠ ભણી શક્યા હતા. જોકે સમયની સાથે સંબંધોમાં કડવાશ આવી ગયા. આ સમયે અમારા એક બીજા મિત્રએ અમારી વચ્ચે 'પુલ' બનવાનું કામ કર્યું. 

અમારા મિત્રએ મને સલાહ આપી કે , 'મુદ્દો એ નથી કે તમારા અને તમારા મિત્ર વચ્ચે શું અણબનાવ થયો છે. સૌથી વધારે જરૂરી વાત એ છે કે તમારા બંને વચ્ચે ગાઢ પ્રેમ છે. તેમને ક્ષમા આપીને અને તેમની ક્ષમા માગીને તમે એક ભારણથી મુક્ત થઈ જશો. જો સામેવળી વ્યક્તિ તમને ક્ષમા ન કરે તો એ તમારી સમસ્યા નથી!'

મેં તેમની વાત સાંભળી અને બીજા દિવસે જ એ વાત પર અમલ કર્યો. મારા આ પગલાને કારણે  હું આંતરિક તણાવ અને ભારણમુક્ત થઈ ગયો. મેં વિચાર પણ નહોતો કર્યો એનાથી વધારે પ્રેમ અને આત્મીયતાથી મારા મિત્રએ મને સ્વીકારીને ગળે લગાવી લીધો. આ એવો અનુભવ હતો કે જેણે સંબંધો વચ્ચે અંતર હટાવવા માટેની નવી વિચારધારાની મને ભેટ આપી. આ એવો પાઠ હતો જેણે મારા મનમાં કોઈ જાતનું વૈમનસ્ય ઉભું થવા ન દીધું અને મને વધારે પડતા તણાવ અને કડવાશના બોજથી બચાવી લીધો. 

જીવનમાં વણજોઈતા તણાવ, ઉદાસી અને ડિપ્રેશનથી બચવા માટે 'ડિયર જિંદગી'માં અમે ભાર આપીને કહીએ છીએ કે આપણે ક્ષમા કરવાની આદતનો આપણી અંદર વધારેને વધારે વિકાસ કરવો જોઈએ. આપણે સમજવું જોઈએ કે બીજાને ક્ષમા કરવાથી તેનું નહીં પણ આપણું હિત થાય છે. આના કારણે આપણા મનનો બોજ ઓછો થાય છે. 

મગજમાં આપણે એક પ્રકારનું વજન અને તણાવ લાદીને ભટકતા રહીએ છીએ. આ બોજ જિંદગીના બીજા તણાવ અને નોકરી કે કરિયરના દબાણ સાથે મળીને મગજમાં એક પ્રકારનો ભાર ઉભો કરે છે. આમ, તણાવ, ઉદાસી અને નિરાશાની ગલીમાં આપણા પગલાં ન વળે એ માટે જરૂરી છે કે મનની સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવામાં આવે. મારા મનમાં બીજા માટે કોઈ દુર્ભાવ દબાયેલો તો નથી ને એ વાતની તપાસ આપણે કરતા રહેવી જોઈએ. આપણે તાવ આવે ત્યારે જેવી રીતે હિમોગ્લોબીન અને ડેંગ્યુને લગતા મેડિકલ ટેસ્ટ કરાવીએ છીએ એવી જ રીતે જ રીતે માનસિક સ્વસ્થતા માટે બીજાને માફી આપવાનું રહી નથી ગયું ને એ તપાસતા રહેવું જોઈએ.  

બીજાને ક્ષમા આપવાથી દુખની લાગણી તેમજ મનનો મેલ ધોવાઈ જાય છે. આ પરિસ્થિતિ સ્વસ્થ માન માટે બહુ જરૂરી છે. કોઈને માફ કરવા માટે આપણે તેની પર નિર્ભર ન રહેવું જોઈએ. આમ કરીને જીવનની કમાન બીજા પાસે ગિરવી મુકી દઈએ છીએ. માફ કરવાની વૃત્તિને સ્વભાવ બનાવી દેવો જોઈએ. આ પોતાની જાતને સુખી કરવાનો રસ્તો જે આપણે પસંદ કરવાનો છે.

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news