ડિયર જિંદગી: આભાર 2.0 !

રજનીકાંત ભારતના કદાચ પહેલા એવા અભિનેતા છે જેના નામની પહેલા ફિલ્મમાં સુપરસ્ટાર લખાય છે. રજનીકાંતના વિષય, તેમનું સુપર હ્યુમન વલણ, દ્રષ્ટિકોણ બધુ તેના ઉપર જ નિર્ભર હોય છે કે તેમના પ્રશંસકો તેના માટે તૈયાર છે.

ડિયર જિંદગી: આભાર 2.0 !

રજનીકાંત ભારતના કદાચ પહેલા એવા અભિનેતા છે જેના નામની પહેલા ફિલ્મમાં સુપરસ્ટાર લખાય છે. રજનીકાંતના વિષય, તેમનું સુપર હ્યુમન વલણ, દ્રષ્ટિકોણ બધુ તેના ઉપર જ નિર્ભર હોય છે કે તેમના પ્રશંસકો તેના માટે તૈયાર છે. આપણે એમ પણ કહી શકીએ કે ફિલ્મ જોનારાઓ માટે બનાવવામાં નથી આવતી પરંતુ રજનીકાંત માટે બનાવવામાં આવે છે, જેને તેના ચાહકો પણ જુએ છે. કદાચ આ જ કારણે હું તેમની ફિલ્મો માટે ક્યારેય થિયેટરમાં જઈ શક્યો નથી. જે પણ જોયું તે ટેલિવિઝન ઉપર જ જોયું. 

જો કે આ ક્રમ થોડા સમય અગાઉ 'કાલા'થી તૂટ્યો. પોતાની તમામ ઉણપોની સાથે આ ફિલ્મ દલિત વિમર્શ, રાજકારણ, અને સમકાલીન રાજકારણ પર એક ઉમદા રચના હતી. જેમાં રંગ, અલંકાર, અને કેમેરાની મદદથી ઘણું બધુ કહવાની જગ્યાએ છોડી દેવામાં આવ્યું. કહેવામાં આવેલા શબ્દો કરતા સંકેત ખુબ ખાસ હોય છે. 'કાલા' સંકેતના સંગીતથી સજેલી સવારેલી કહાની છે. કાલાના આધાર પર જ 2.0 જોવાનું મન બનાવ્યું. આનંદ છે કે આ નિર્ણય સારો રહ્યો. 

'ડિયર જિંદગી'માં આપણે મોબાઈલ, ગેમિંગના ઘાતક પ્રભાવ પર સંવાદ કરીએ છીએ. 2.0 જેવી ભવ્ય,લોકપ્રિય ફિલ્મ આ વિષય પર બનાવવામાં આવે એ એક સુખદ સંકેત છે. ભલે મનુંષ્યના બહાને પરંતુ આપણે ઓછામાં ઓછુ પર્યાવરણ, પક્ષીઓ માટે ચિંતિત તો થયા! 2.0 એક સાહસિક ફિલ્મ છે, જે રજનીકાંત વગર શક્ય નહતી. 

બોલિવૂડ જે પ્રકારની રજુઆતો કરે છે, તેમાં આવી કોઈ રચનાની ગુંજાઈશ હોતી નથી. ત્રણેય 'ખાન', અમિતાભ બચ્ચનમાં આવી 'તાકાત' નથી, જેમના પર પાંચસો કરોડનો દાવ અને તે પણ પર્યાવરણ પર આધારિત વાર્તા માટે લગાવવામાં આવી શકે. 

2.0 માટે આપણે રજનીકાંત, શંકરનો આભાર માનવો જોઈએ. તેને જોઈને બાળકો, યુવાઓ પક્ષીઓ અને પર્યાવરણ પર રેડિએશનને લઈને ચિંતા કરતા તો થયા. તેમને લાગી રહ્યું છે કે જે નેટવર્ક માટે તેઓ તડપી રહ્યાં છે, અસલમાં તેમની હાજરીની કેટલી મોટી કિંમત આપણે ચૂકવવી પડી શકે છે. 

ફિલ્મ જોતી વખતે પાંચ વર્ષની પુત્રીએ તેના પિતાને કહ્યું, 'પપ્પા! તમારા મોબાઈલના કારણે હવે ચકલીઓ આપણી બારીએ આવતી નથી. તમને એટલી વાત પણ કેમ સમજમાં નથી આવતી. આપણે પક્ષીરાજ અંકલની વાત કેમ સાંભળતા નથી!' 

પિતા તેને ઘૂરતા ઘૂરતા ચૂપ કરાવી દે છે. કાશ! આપણે સમજી શક્યા હોત કે સમસ્યા સવાલમાં નથી, આપણા લાલચી વ્યવહારમાં છે!

વર્ષો પછી એવી કોઈ ફિલ્મ આપણી સામે છે, જેમાં ડિપ્રેશન, ઉદાસી, એકલતા અને પક્ષીઓના સ્વાસ્થ્યને વિજ્ઞાન સાથે જોડવામાં આવ્યા છે. ભલે વિજ્ઞાન તરીકે, પણ ઓછામાં ઓછું સંતુલિત ઉપયોગ પર સંવાદ તો કરાયો. 

ફિલ્મમાં મોબાઈલના આટલા શક્તિશાળી બજારને સીધે સીધો પડકાર ફેંકવામાં આવ્યો છે. જેના માટે અલગથી તેના નિર્માતા, રજનીકાંતને અભિનંદન પાઠવવા જોઈએ. રજનીકાંતે આખી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીને એક એવા સમયે નારાજ કરી છે જ્યારે તેઓ રાજકારણમાં ઉતરવાની બહુ નજીક છે. 

રાજકારણમાં તેઓ પર્યાવરણ, વિજ્ઞાનના ઉપયોગ અને સામાજિક સરોકારની આ ફિલ્મની સરખામણીમાં અડધી પણ ચિંતા રજુ કરી શકે તો તેનાથી તામિલનાડુને નવી દિશા મળી શકે છે. જો કે આ અંગે કઈં પણ કહેવું એ ઉતાવળ કહેવાશે. પરંતુ હાલ એટલું તો કહી જ શકાય કે આટલા મોટા બજેટની ફિલ્મને સમાજની ચિંતા સાથે જોડી  રાખવી, બજારની નારાજગીની ચિંતા ન કરવી, ભલે સમજી વિચારીને ઉપાડેલુ પરંતુ મોટું જોખમ હતું. 

નબળા અંત, અને પક્ષીરાજ પ્રત્યે કેટલાક અસંવેદનશીલ સંવાદ બાદ પણ 2.0 ફિલ્મ એ સિનેમા તરફથી બજાર અને રાજકારણ પર એક ગંભીર ટિપ્પણી છે. જો  આપણે ફિલ્મ જોવા ગયેલા બાળકોના મનમાં પર્યાવરણ, પક્ષીઓ અંગે ઉઠી રહેલા સવાલોના પ્રમાણિકતાથી જવાબો આપીએ તો કેટલું સારું. આ તો એક ફિલ્મ હતી, પૂરી થઈ ગઈ. પરેશાન ન થા, મારો મોબાઈલ લઈ લે! એમ કહીને તેમના સવાલોથી બચવાની કોશિશ ન કરીએ. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news